- ધરપકડ કરાયેલા લોકોમાં 74 નાર્કો અપરાધીઓનો પણ સમાવેશ થાય છે
- ધરપકડ કરાયેલા લોકો પાસેથી વિભિન્ન પ્રકારના પ્રતિબંધિત નશીલા પદાર્થો પકડાયા
- આ વ્યક્તિઓમાં દારૂના પેડલર્સ તથા અપરાધીઓ સામેલ
શનિવારે સાંજે ચાર કલાકથી રવિવારે સવારે ચાર કલાક સુધી ચાલેલી ડ્રગ પેડલર્સ પરની સૌથી મોટી કાર્યવાહીમાં દિલ્હી પોલીસના અધિકારીઓએ શહેરભરમાં 325 સ્થાનો પર દરોડા પાડયા હતાં અને 944 લોકોની ધરપકડ કરી લીધી હતી.
ધરપકડ કરાયેલા લોકોમાં 74 નાર્કો અપરાધીઓનો પણ સમાવેશ થાય છે, જેમની પાસેથી વિભિન્ન પ્રકારના પ્રતિબંધિત નશીલા પદાર્થો પકડાયા હતાં. આ લોકો પર એનડીપીએસ અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 54 પેડલર્સની આબકારી અધિનિયમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જો કે આ દરોડાનું સૌથી ઉલ્લેખનીય પાસુ એ હતું કે 816 પેડલર્સને પ્રિવેન્ટિવ એસેસ્ટ હેઠળ પકડવામાં આવ્યા છે. આ વ્યક્તિઓમાં દારૂના પેડલર્સ તથા અપરાધીઓ સામેલ હતાં જેઓ નશીલા દ્રવ્યોના વેપારમાં સક્રિય રીતે સામેલ છે પણ દરોડા દરમિયાન તેમની પાસેથી કોઈ નશીલો પદાર્થ જપ્ત થઈ શક્યો ના હોવાના કારણે તેમના પર એનડીપીએસ એક્ટ લગાવી શકાયો ન હતો.
15 જિલ્લાના અધિકારીઓને કામે લગાડાયા હતા
આ અભિયાન દિલ્હીમાં માદક પદાર્થોના વેચાણ પર એક કઠોર કાર્યવાહી, ઓપરેશન કવચના પાંચમા તબક્કાનો હિસ્સો હતો. આ પહેલ સરકારની નશીલા પદાર્થોની વિરુદ્ધ શૂન્ય સહિષ્ણુતા નીતિનું એક પાસું છે, જેનં સીધું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ કરી રહ્યા છે. દિલ્હીમાંથી આટલા મોટા પ્રમાણમાં જપ્તી શહેરમાં સક્રિય પેડલર્સનું એક વ્યાપક અને સુવ્યવસ્થિત નેટવર્ક તરફ ઇશારો કરે છે. આ મહાકાય દરોડા માટે 15 જિલ્લાના અધિકારીઓને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તરફતી ફોન પર સૂચના મળી હતી કે તેમના ક્ષેત્રમાં ડ્રગ સંબંધિત દરોડા પાડવાના છે તે પછી આ કાર્યવાહી એકદમ સાવધાની અને સટિકતા સાથે પાર પાડવામાં આવી હતી.
Source link