દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર વાતાવરણ ખુશનુમા બની ગયું છે. સવારથી વાદળો છવાયા બાદ દ્વારકા, શાહદરા, દિલ્હી કેન્ટ, મહિલાપાલપુર, વિજવાસન, વસંત કુંજ, મહેરૌલી, આઈજીઆઈ એરપોર્ટ સહિત દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ વરસતા લોકોને બફારામાંથી રાહત મળી છે.
ફરી વળી ઠંડક
દિલ્હી-NCRમાં બુધવારે ફરી એકવાર હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. હરિયાણાના ગુરુગ્રામના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. નોઈડામાં પણ ઘણી જગ્યાએ ભારે વરસાદ થયો છે. રાજધાની દિલ્હીમાં વરસાદ બાદ રસ્તાઓ પર જામ થઈ ગયો હતો.
યલો એલર્ટ જાહેર
ઉલ્લેખનીય છે કે ભારતીય હવામાન વિભાગે શહેર માટે ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે. ‘યલો એલર્ટ’ ખરાબ હવામાન અને પરિસ્થિતિ વધુ બગડવાની શક્યતા દર્શાવે છે. હવામાન વિભાગ અનુસાર દિલ્હીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.
Source link