NATIONAL

Delhi: રૂપિયાને ડોલર સામે 84 પાર થતો રોકવા આરબીઆઈની મથામણ

  • મંગળવારે ડોલર 83.97 ઉપર પહોંચી ગયો
  • ફ્યૂચર માર્કેટમાં રૂપિયો 84.07 ઉપર ટ્રેડ થતો બુધવારે જોવા મળ્યો હતો
  • આરબીઆઈએ રૂપિયામાં દરેક ઘટાડે ડોલરની વેચવાલી કાઢી હતી

બુધવારે ફોરેક્સ માર્કેટમાં રૂપિયાને ગગડતો અટકાવવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ભરચક પ્રયાસો કર્યા હતાં. રૂપિયાને ડોલર સામે 84ના નિર્ણાયક સ્તરને પાર જતો રોકવા માટે બુધવારે આરબીઆઈએ 93.97 પર ડોલર વેચ્યા હતાં.

નોંધનીય છે કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ડોલર સામે રૂપિયાએ 83.9725ની લાઇફ ટાઇમ નીચી સપાટી નોંધાવી હતી. હવે રૂપિયો આ સપાટીને તોડે નહીં તે માટે આરબીઆઈએ રૂપિયામાં દરેક ઘટાડે ડોલરની વેચવાલી કાઢી હતી અને આ તેને પગલે રૂપિયા ડોલર સામે 83.9650 પર હતો. બેન્ક ખાતેના એક કરન્સી ટ્રેડરે જણાવ્યું હતું કે ઇન્ટરબેન્ક ઓર્ડર મશીન સિસ્ટમ પર 83.97ની કિંમત પર સતત ઓફર આવી રહી હતી. તેણે ઉમેર્યું હતું કે આરબીઆઈ હજું પણ રૂપિયાને ડોલર સામે 84 જોવા ઇચ્છતી નથી. જો કે ફ્યુચર માર્કેટમાં બુધવારે USDINR ફ્યૂચર 84.07 પર ટ્રેડ થયો હતો. આગામી સમયમાં રૂપિયો હજુ ગગડે તેમ મનાય છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button