Devara Part 2 Update: જુનિયર એનટીઆર અને જાહ્નવી કપૂર અભિનીત ‘દેવરા’નું નિર્માણ શરૂ થયું ત્યારે જ ટીમે જાહેરાત કરી હતી કે ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. ‘RRR’ પછી NTRની પહેલી સોલો ફિલ્મ અને જાહ્નવીનું તેલુગુ ડેબ્યૂ હોવાને કારણે ખૂબ ઉત્સાહ હતો. રિલીઝ પછી ફિલ્મને મિક્સ રિવ્યુ મળ્યા હોવા છતાં, બોક્સ ઓફિસ પર તે સફળ રહી હતી.
પરંતુ તાજેતરના અહેવાલો મુજબ ‘Devara Part 2’ હવે નહીં બને તેવી ચર્ચા છે. કહેવાય છે કે નિર્માતાઓ દિગ્દર્શક કોરાતલા શિવ દ્વારા રજૂ કરાયેલ સિક્વલની સ્ટોરીથી ખુશ નહોતા. Part 2 માટેની નેરેશન જુનિયર એનટીઆરને સુટ ન થતાં ટીમે પ્રોજેક્ટ રોકી દીધો હોવાનું કહેવાય છે. જોકે નિર્માતાઓ કે કલાકારો તરફથી સત્તાવાર નિવેદન હજી આવ્યું નથી.
- દેવરા પાર્ટ 1 હિટ કે ફ્લોપ?
₹300 કરોડના બજેટમાં બનેલી દેવરા પાર્ટ 1 એ વિશ્વભરમાં ₹400 કરોડથી વધુની કમાણી કરી હતી. ફિલ્મમાં NTR ડબલ રોલમાં જોવા મળ્યો હતો, જ્યારે સૈફ અલી ખાને મુખ્ય ખલનાયક ભૈરવની ભૂમિકા ભજવી હતી. દેવરાના બલિદાન પછી તેનો પુત્ર વરધ ગામનું રક્ષણ કરે છે—આ મૂળ સ્ટોરીને દર્શકો તરફથી સરાહના મળી હતી.


Leave a Comment