- વિધ્નહર્તાઓની મૂર્તિઓનું સુરેન્દ્રનગર શહેરની બજારમાં આગમન : મંડળોએ તૈયારીઓ આદરી
- તા.7મી સપ્ટે.એ ગણેશ ચતુર્થીથી ઝાલાવાડમાં થશે ગણેશ મહોત્સવની શરૂઆત
- રૂ. 151થી લઈને રૂ. 25 હજાર સુધીની નયનરમ્ય મૂર્તિઓ બજારમાં ઉપલબ્ધ
સુરેન્દ્રનગર જિલ્લામાં ગણેશ મહોત્સવ ધામધુમથી ઉજવવા ઝાલાવાડવાસીઓમાં હાલથી જ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર શહેરની આર્ટસ કોલેજના રસ્તે અને સામેની બાજુ ગણેશ ભગવાનની મૂર્તી વેચવાવાળા કારીગરોનું હાલ આગમન થઈ ચુકયુ છે. જેમાં રૂ. 151થી લઈને 25 હજાર સુધીની મૂર્તીઓ મળી રહી છે. બીજી તરફ દર વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકોએ હાલ તૈયારીઓ શરૂ કરી દીધી છે. શહેરના વાદીપરા યુવક મંડળ દ્વારા આ વર્ષે જંગલની થીમ પર ગણેશ મહોત્સવ ઉજવાશે.
સુરેન્દ્રનગરમાં વાદીપરા કા રાજા, સીધ્ધી વિનાયક ગ્રુપ સહીત 100થી વધુ સ્થળોએ સાર્વજનીક ગણેશ મહોત્સવનું આયોજન કરાય છે. જિલ્લામાં તા. 07 સપ્ટેમ્બરના રોજ વાજતે ગાજતે વિનાયકની સ્થાપના કરવામાં આવશે. અને દરરોજ રાત્રે સાંસ્કૃતીક કાર્યક્રમો, દુંદાળા દેવની આરતી કરવામાં આવશે. બીજી તરફ ગણેશ મહોત્સવને લઈને સુરેન્દ્રનગર શહેરમાં ગણેશજીની વીવીધ સાઈઝની મૂર્તીઓનું આગમન થઈ ચુકયુ છે. શહેરના આર્ટસ કોલેજ રોડ પર અને સામેના વિસ્તારમાં ગણેશજીની મૂર્તી બનાવી વેચવાવાળાએ મંડપ બાંધ્યા છે. જોકે, આ વર્ષે કાચા માલમાં ભાવ વધારાને લીધે ગણેશજીની મૂર્તીઓ 20થી 30 ટકા મોંઘી હોવાનું મૂર્તીના બનાવનાર જણાવી રહ્યા છે. બીજી તરફ વરસાદી વાતાવરણને લઈને પણ મૂર્તી ઓછી બની છે. જેને લઈને ઓછી મૂર્તી અને માંગ વધુ હોવાથી પણ મૂર્તીના ભાવો વધ્યા છે. પરંતુ તહેવાર પ્રીય ઝાલાવાડની પ્રજા ગણેશજીની સ્થાપના કરી તેમનું પુજન-અર્ચન કરવા અત્યારથી થનગની રહી છે. શહેરના વાદીપરા કા રાજા ગણેશ મહોત્સવમાં દર વર્ષે નવીન રીતે ગણેશ મહોત્સવ ઉજવાય છે. જેમાં આ વર્ષે જંગલની થીમ પર ગણેશ મહોત્સવ ઉજવાશે. જેમાં આર્ટીફીશયલ વૃક્ષો આચ્છાદીત જંગલ જોવા મળશે. જેમાં ગાય અને વાછરડા સહિતના પશુઓ સાથે ગણેશજી અને રીધ્ધી સીધ્ધી બીરાજશે. આ ઉપરાંત જોરાવર કા રાજાના આયોજક ચંદ્રેશભાઈ પટેલ દ્વારા પણ જોરાવરનગર સ્થીત ઓફીસ ખાતે ગણેશ મહોત્સવ ઉજવાશે. જયારે વૈભવ લક્ષ્મી ફલેટ ખાતે આયોજક ચેતનસીંહ (નાનુભા) પરમારની આગેવાનીમાં સતત 20મા વર્ષે સીધ્ધી વિનાયક ગણેશ મહોત્સવનું આયોજન કરાયુ છે.
મોટા આયોજનમાં થોભો અને રાહ જુઓની નીતિ
સુરેન્દ્રનગર જિલ્લામાં ગણેશ મહોત્સવ અગાઉ અતીવૃષ્ટી અને હાલ વરસાદની આગાહીને લઈને ઝાલાવાડ કા રાજા ગણેશ મહોત્સવ મોકુફ રખાયો છે. આ અંગે આયોજક પરમવીરસીંહ પરમારે જણાવ્યુ કે, આ વર્ષે આયોજન સમિતિ પુરતુ સીમીત રહેશે. જેમાં ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરાશે. જેમાં પુજા અર્ચના અને હવનમાં ઝાલાવાડ, રાજય અને દેશની સુખાકારી માટે પ્રાર્થના કરાશે. ગણેશ મહોત્સવમાં આવતો ફાળો અતીવૃષ્ટીથી પ્રભાવીત વિસ્તારોમાં જરૂરીયાતમંદો માટે વાપરવામાં આવશે. આ ઉપરાંત મીલ બંગલા રોડ પર પણ નાના પાયે ગણેશ મહોત્સવનું આયોજન કરાયુ છે.
નગરપાલિકા ડેમ રોડ પર વિસર્જન કુંડ બનાવશે
સુ.નગર પાલિકાના ઈજનેર કયવંતસીંહ હેરમાએ જણાવ્યુ કે, નગરપાલિકા દ્વારા દર વર્ષે ડેમ રોડ પર જે વીસર્જન કુંડ બનાવાય છે ત્યાં આ વર્ષે પણ કુંડ બનાવાશે. લોકોને ટાગોરબાગ તળાવ કે ધોળીધજા ડેમમાં ગણેશ ભગવાનની મૂર્તીનું વિસર્જન ન કરી પાલીકા દ્વારા બનાવેલ વીસર્જન કુંડમાં જ મૂર્તીનું વીસર્જન કરવા પણ અમારી અપીલ છે. આ ઉપરાંત કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે કુંડ પાસે ફાયરની ટીમ પણ તૈનાત રાખવામાં આવશે.
Source link