ધંધૂકા પંથકમાં નિયમોના ભંગ કરી દોડતા ડમ્પરો સામે પ્રાંત અધિકારીએ લાલ આંખ કરી છે. પાછલા બે માસમાં 22 ડમ્પરોને ઝડપી પાડી દંડનાત્મક કાર્યવાહી કરી હતી. જે અનુસંધાને બે દિવસમાં બીજા બે ડમ્પર ઝડપી પાડી ધંધૂકા પોલીસ મથક ખાતે મૂકી દીધા હતા અને બંને ડમ્પર સામે દંડનીય કાર્યવાહી હાથ ધરતા ડમ્પર ચાલકોમાં ફ્ફ્ડાટ ફેલાયો હતો.
ધંધૂકા ખાતે IPS વિદ્યાસાગર નવા પ્રાંત અધિકારી તરીકે આવ્યા બાદ માર્ગો પર બેફામ ચાલતા અને નિયમોને નેવે મૂકી દોડતા ડમ્પરો સામે કડકાઈ શરૂ કરી છે. પાછલા બે માસના સમયમાં 22 ડમ્પરો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. તો પાછલા બે દિવસમાં ફરી બીજા બે ડમ્પર ઝડપી પાડી ધંધૂકા પોલીસ મથક ખાતે મૂકી દેવામાં આવ્યા છે. જિલ્લા ખાણ-ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ ખનીજ ચોરી અને ટ્રાફ્કિ નિયમોના ઉલ્લંઘન કરતા ડમ્પરો ધમધમાટ રીતે ચાલી રહ્યા છે. ત્યારે પ્રાંત અધિકારીએ આવા ડમ્પર્સ સામે લાલ આંખ કરતા ડમ્પરચાલકોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે.
Source link