ધંધૂકા રાણપુર રોડ ફાટકની બન્ને બાજુનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. અહીં વાહન ચાલકોને ક્યાં વાહન ચલાવવું એ ખબર પડે તેવું નથી.ત્યારે પાછલા ઘણા સમયથી ઉબડખાબડ, મસમોટા ખાડાઓ વાળો રસ્તો નવો બનાવવા તંત્રને સમય જ નથી અને હદ તો. ત્યારે થઈ કે ગત તા. 17મીએ મુખ્યમંત્રી ધંધૂકાના પ્રવાસે હતા.
ત્યારે સીએમ જે રસ્તે પસાર થવાના હતા. તે માર્ગ પર તંત્રએ રાતોરાત નવો માર્ગ બનાવી નાખ્યો પણ એ નવા રસ્તાથી માત્ર 10 ફૂટના અંતરે બિસ્માર રોડના ખાડા પુરવાની પણ તસ્દી તંત્રના બાબુઓએ ના લીધી આથી સ્થાનિકો અને વાહનચાલકોમાં તંત્રની ઘોર નિંદ્રા સામે ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે.
ધંધૂકા રાણપુર રોડ પર ફાટક પાસે બન્ને તરફ્નો માર્ગ ખૂબ બિસ્માર હાલતમાં છે. જેના કારણે અનેક નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે. લોકો વારંવાર આ ખાડાવાળા માર્ગને નવો બનાવવા માંગ કરી રહ્યા છે. ફાટક પાસે મસમોટા ખાડાઓ વાહનચાલકોની સૌથી મોટી સમસ્યા બની ગયા છે. અહીં લોકો એવું કહે છે કે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે. એ સમજાતું નથી. આ માર્ગ પર ટ્રાફ્કિ ખૂબ હોય છે સ્થાનિકોની સાથે ભારવાહક વાહનો અને પાંચાળ તરફ્ જવાનો મુખ્ય માર્ગ હોવાથી રસ્તો 24 કલાક ધમધમતો રહે છે. વળી હેવી ઓવરલોડ ડમ્પરની પણ અવરજવર રહે છે ત્યારે તંત્ર લોકોની આ મોટી સમસ્યાને લઈ આંખ આડા કાન કરી રહ્યું છે. આ માર્ગ પરથી અનેક અધિકારીઓ પણ દરરોજ આવ-જા કરે છે તો શું એમને પણ માર્ગના ખાડા દેખાતા નથી. ત્યારે દરરોજ બાઇક સ્લીપ થવાના અને અન્ય નાના મોટા અકસ્માતો નવાઈની વાત નથી રહી. ત્યારે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? લોકો આ માર્ગ સત્વરે નવો બનાવવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે અને જો આગામી થોડા દિવસોમાં રોડ નહીં બનાવાય તો લોકો આંદોલન કરવા મજબુર બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે.
Source link