પ્રજાના રૂપિયાનો ધુમાડો થતો હોય તેવા અનેક કિસ્સા પૈકી એક ધંધૂકા શહેરનો 10 વર્ષથી ધૂળ ખાતો ફ્લ્ટિર પ્લાન્ટ છે.
તમામ સાધન સામગ્રી સાથે અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેરની 50 હજારની વસ્તીને ફ્લ્ટિર થયેલું શુદ્ધ પાણી મળી રહે તે માટેનો આ પ્લાન્ટ પાછલા 10 વર્ષથી પાણીનું કનેક્શન નહીં મળવાના કારણે હાલ ખંડેર હાલતમાં છે અને લગભગ તમામ સાધન સામગ્રી ચોરાઈ ગઈ છે. તો કેટલીક કાટ ખાધેલી હાલતમાં પાલિકા તંત્રના અણઘડ વહીવટની ચાડી ખાઈ રહી છે. પાછલા 10 વર્ષથી ધંધૂકાની પ્રજા શુદ્ધ પાણી માટે વલખાં મારી રહી છે
ધંધૂકા શહેરના પીરાસર તળાવના કિનારે 10 વર્ષ અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે નગરની 50 હજારની વસ્તીને શુદ્ધ પાણી મળી રહે તે માટે ફ્લ્ટિર પ્લાન્ટ તૈયાર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ પાણી પુરવઠા બોર્ડ અને પાલિકાની નિષ્કાળજીને કારણે ફ્લ્ટિર પ્લાન્ટમાં પાણીની લાઇન જ નાખવામાં ના આવી. જેના કારણે પાછલા 10 વર્ષથી આ પ્લાન્ટ બંધ હાલતમાં જ છે. જેના કારણે પ્રજાજનોને શુદ્ધ પાણીથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. આ મુદ્દે વારંવાર રજૂઆતો કરાઈ ત્રણ વર્ષ પહેલાં તો ખુદ તત્કાલિન પાણી પુરવઠા મંત્રી કુંવરજી ભાઈ બાવળિયાએ આ ખંડેર ફ્લ્ટિર પ્લાન્ટની મુલાકાત લઈ સત્વરે ચાલુ કરાવવાની હૈયાધારણ પણ આપી હતી. પાછલા 10 વર્ષમાં પ્લાન્ટની લગભગ સાધન સામગ્રી ચોરાઈ જવા પામી છે. તો કેટલીક હજી પણ કાટ ખાધેલી હાલતમાં જોવા મળે છે. ત્યારે 10 વર્ષ બાદ ખંડેર થયેલા ફ્લ્ટિર પ્લાન્ટમાં પ્રજાના કરોડો રૂપિયા પાણીમાં ગયા છે. નગરપાલિકાનું તંત્ર આંખ આડા કાન કરી તમાશો જોઈ રહ્યું છે અને પ્રજાજનો શુદ્ધ પાણીથી વંચિત રહેવા પામ્યા છે.
Source link