GUJARAT

લોકરક્ષકદળની ભરતી પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અહીં કરો એક ક્લિક

ગુજરાત પોલીસ માં લોકરક્ષક  કેડરમાં ભરતીની લેખિત પરીક્ષા 15 જૂન, 2025નાં રોજ લેવામાં આવશે, જેના માટે આજે બપોરે 1 વાગ્યાથી Ojas વેબસાઈટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. જેની સત્તાવાર માહિતી ગુજરાત પોલીસ ભરતી બોર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી છે. જાન્યુઆરી, 2025માં લોકરક્ષક દળની પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. એપ્રિલ, 2024માં મુખ્યત્વે પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી.

ગુજરાત પોલીસ 12472 જગ્યાઓ માટે ભરતી કરશે. ગૃહવિભાગની નોટિફિકેશન મુજબ ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલની 12472 જગ્યાઓ ભરવાની છે. જેમાં PSI, લોકરક્ષક અને જેલ સિપાઇઓની મોટી સંખ્યામાં ભરતી કરાશે.

અગાઉ ભરતી બોર્ડના પૂર્વ ચેરમેન હસમુખ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં લોકરક્ષક અને PSI બંનેની અરજી ફરી મંગાવવામાં આવશે. ઉમેદવારો ઓક્ટોબર, નવેમ્બરમાં શારીરિક પરીક્ષા પાસ કરવાની રહેશે. વિભાગના જણાવ્યા અનુસાર 12,472 જગ્યા માટે 14 લાખ ઉમેદવારો માટે અરજીઓ મંગાવાશે અને ત્યાર બાદ લાયક ઉમેદવારને પસંદ કરવામાં આવશે.

એપ્રિલ મહિનામાં લોકરક્ષક અને PSIની ભરતીની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં લોકરક્ષકની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં અને પીએસઆઈની પરીક્ષા અંગ્રેજી માધ્યમમાં લેવામાં આવી હતી. 12,472 ખાલી જગ્યાઓ પર સીધી ભરતી માટે પોલીસ બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં 316 પુરુષ અને 156 મહિલા કર્મચારીની ભરતી કરવામાં આવશે. તો બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલમાં 4422 પુરુષ અને 2187 મહિલા ઉમેદવારની ભરતી કરાશે. હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (એસઆરપીએફ) પદ માટે 1000 પુરુષ ઉમેદવાર પાસેથી અરજી મંગાવી છે. જેલ સિપાઇમાં 1013 પુરુષ અને 85 મહિલા કર્મીની ભરતી થશે.

https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button