BUSINESS

Semiconductor ચીપની દેશમાં વધી માગ, ગયા વર્ષ કરતા 18.5 ટકાનો થયો વધારો

ભારત જલ્દી જ સેમિકન્ડક્ટર ચિપ્સનું હબ બનવા જઈ રહ્યું છે, આ માટે સરકારે સેમિકોન ઈન્ડિયા પ્રોજેક્ટ શરૂ પણ કર્યો છે. જેના દ્વારા વિદેશી રોકાણકારો ભારતમાં સરકારી સુવિધાઓ સાથે સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન શરૂ કરી શકે છે. જણાવી દઈએ કે દેશમાં સેમિકન્ડક્ટર ચિપ્સની માગમાં ગયા વર્ષની સરખામણીમાં 18.5 ટકાનો વધારો થયો છે. જો સરકારની યોજના સફળ થશે તો તે દિવસ દૂર નથી જ્યારે ભારત સેમિકન્ડક્ટર ચિપ્સની આયાત કરવાને બદલે નિકાસ કરવાનું શરૂ કરી દેશે.

18.43 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સની આયાત

શુક્રવારે સરકારે સંસદમાં જણાવ્યું હતું કે દેશમાં સેમિકન્ડક્ટરની આયાત 2023-24માં 18.5 ટકા વધીને રૂપિયા 1.71 લાખ કરોડ થઈ છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી જિતિન પ્રસાદે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભારતે નાણાકીય વર્ષ 2023-24માં 18.43 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સની આયાત કરી છે.

સરકારે રોકાણકારોને આવકારવા સેમિકોન ઈન્ડિયા જેવા કાર્યક્રમો શરૂ કર્યા

ડિરેક્ટોરેટ જનરલ ઑફ કોમર્શિયલ ઈન્ફર્મેશન એન્ડ સ્ટેટિસ્ટિક્સ (DGCIS) પોર્ટલને ટાંકીને તેમણે કહ્યું કે 2022-23માં દેશમાં 1.297 લાખ કરોડ રૂપિયાની 14.64 અબજ ચિપ્સની આયાત કરવામાં આવી હતી. ડેટા અનુસાર 2021-22માં દેશમાં 1.071 લાખ કરોડ રૂપિયાના 17.89 બિલિયન ચિપસેટની આયાત કરવામાં આવી હતી. ભારત સરકારે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપીને અને વિદેશી રોકાણ આકર્ષીને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સેમિકોન ઈન્ડિયા જેવા કાર્યક્રમો શરૂ કર્યા છે.

આ કંપનીઓ બનાવશે સેમિકન્ડકટર ચીપ

સેમિકન્ડક્ટર્સના ભવિષ્યને જોતા અને $2.7 બિલિયનનું એસેમ્બલિંગ, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ યુનિટ બનાવવાની માઈક્રોનની યોજના છે. હવે ટાટા ગ્રૂપ, મુરુગપ્પા ગ્રૂપ અને કીન્સ સેમિકોન જેવી સ્થાનિક દિગ્ગજ કંપનીઓએ સેમિકન્ડક્ટર ચિપ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં રસ દાખવવાનું શરૂ કર્યું છે.

ક્યાં થાય છે સેમિકન્ડક્ટર ચિપનો ઉપયોગ ?

સેમિકન્ડક્ટર ચિપ્સનો ઉપયોગ સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી, હાઇ-ટેક સુવિધાઓવાળી કાર, ઈલેક્ટ્રિક રમકડાં અને અન્ય ઘણી પ્રોડક્ટ્સમાં થાય છે. વાસ્તવમાં, સેમિકન્ડક્ટર ચિપ એક રીતે ઈલેક્ટ્રોનિક ઉપકરણની નર્વસ સિસ્ટમ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button