GUJARAT

Patan: સાંતલપુર હાઈવે પર ટ્રકે મારી પલ્ટી, ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત

પાટણના સાંતલપુર નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. સાંતલપુર બિસ્માર નેશનલ હાઈવેએ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. સાંતલપુરના રોજુ પાસે એક ટ્રકે પલ્ટી મારી છે અને આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનું મોત થયું છે અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે.

15 દિવસમાં બિસ્માર રોડે 2 લોકોના લીધા જીવ

તમને જણાવી દઈએ કે વરસાદની સિઝન બાદ નેશનલ હાઈવે 27 અત્યંત બિસ્માર હાલતમાં છે અને આ બિસ્માર હાઈવે પરથી પસાર થતી ટ્રકે પલ્ટી મારી છે. સાંતલપુર નેશનલ હાઈવે પરથી પસાર થતી ટ્રકમાં ભુસાનો પાઉડર ભર્યો હતો અને ટ્રકે હાઈવે રોડ પર પલ્ટી મારતા સમગ્ર પાઉડર રોડ પર ફેલાઈ ગયો હતો. જો કે ઘટના બાદ સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મહત્વની વાત એ છે આ રોડ પર છેલ્લા 15 દિવસમાં બિસ્માર રોડે બે લોકોના જીવ લીધા છે.

શામળાજી હાઇવે પર અકસ્માતમાં વૃદ્ધાનું મોત

બીજી તરફ આજે મોડાસા શામળાજી હાઈવે પર પણ વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. મોટી ઈસરોલ ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી. જેમાં અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારી હતી અને રાહદારીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જો કે અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ ટીંટોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આમોદમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 1નું મોત

3 દિવસ પહેલા ભરૂચના આમોદ પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રક અને અર્ટીગા ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આમોદના માતર અને સુઠોદરા ગામ વચ્ચે એક્સપ્રેસ રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો.

જેમાં ભાવનગરના વારુકદ ગામના દિનેશભાઈ વીરુભાઈ નામના યુવાનનું મોત થયું હતું. જણાવી દઈએ કે ખરાબ રોડ અને ખાડા રાજનું સામ્રાજ્ય હોવાથી વાહન ચાલકો પરેશાન છે પણ તંત્રને કોઈ ચિંતા નથી. અર્ટીગા ગાડીનું ટાયર ફાટતા ગાડી ટ્રકમાં ભટકાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો, આમોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button