
બોલીવુડમાં એક સમયે હિરો કરતા વધુ ફી વસુલતી આ એક્ટ્રસ ઘણા સમયથી સિનેમા જગતથી દુર છે. બાળ કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરનાર આ હિરોઇન આજે ગુમનામીની જીંદગી પસાર કરી રહી છે. પોતાના સૌંદર્ય અને અભિનયથી તેણે પોતાનો એક અલગ જ વર્ગ ઉભો કર્યો છે. સુપરસ્ટાર સાથે કામ કરીને પોતાનું એક અલગ જ સ્થાન આ અભિનેત્રીએ બનાવ્યુ હતુ. પરંતુ એવી તે કઇ ભૂલ થઇ જેના કારણે આ કલાકાર આજે ફિલ્મી પર્દેથી દુર છે.
ચમકતી ફિલ્મોની કારકિર્દી કેમ અંધારામાં ધકેલાઇ ?
બોલીવુડની એવી કેટલીય અભિનેત્રીઓ છે જેણે પોતાના અભિનયના દમ પર દર્શકોના દિલ જીત્યા છે. પોતાની ફિલ્મોને ટોપ પર પહોંચાડી છે. આજે અમે તમને એક એવી જ અભિનેત્રી વિશે બતાવવા જઇ રહ્યા છે. જે એક સમયે ટોપ પર હતી. પરંતુ હવે તે પોતાની અલગ જ દુનિયામાં છે. બોલીવુડમાં એક સમયે હિરો કરતા વધુ ફી વસુલતી આ એક્ટ્રસ ઘણા સમયથી સિનેમા જગતથી દુર છે. કઇ ભૂલ આ અભિનેત્રીને ભારે પડી. અમે વાત કરી રહ્યા છીએ ઉર્મિલા માતોંડકરની. ઉર્મિલા 4 ફેબ્રુઆરીએ પોતાનો જન્મદિવસ ઉજવશે. ત્યારે તેના ફિલ્મી કરીયર વિશે વાત કરીએ તો તેણે માત્ર 3 વર્ષની ઉંમરથી એક્ટીંગની શરૂઆત કરી હતી. બાળ કલાકાર તરીકે ઉર્મિલા કર્મ અને માસૂમ નામની ફિલ્મમાં જોવા મળી છે. જે બાદ મુખ્ય અભિનેત્રી તરીકે પણ તેણે પોતાનો ડંકો વગાડ્યો છે. પરંતુ જ્યારે તે કારકિર્દીના સર્વોવચ્ચ સ્થાને હતી ત્યારે તે પ્રેમમાં પડીને પોતાનુ નુકસાન કર્યુ હતુ. અને આના કારણે તેને ફિલ્મો મળવાની બંધ થઇ ગઇ હતી.
ફિલ્મ દિગ્દર્શક સાથે પ્રેમ સંબંધ
રંગીલા ફિલ્મના દિગ્દર્શક રામ ગોપાલ વર્મા સાથે ઉર્મિલાના પ્રેમ સંબંધે ખૂબ ચર્ચા જગાવી હતી. આ સંબંધના કારણે ઉર્મિલાની ફિલ્મી કારકિર્દી ડામાડોળ થઇ હતી. રામ ગોપાલ વર્મા પોતાની દરેક ફિલ્મમાં માત્ર ઉર્મિલાને લીડ રોલમાં લેતા હતા. અને આ તરફ ઉર્મિલાએ રામ ગોપાલ વર્મા સિવાય બીજા અન્ય ડાયરેક્ટર સાથે કામ કરવાનું ટાળતી હતી. જેના કારણે ઉર્મિલાથી મોટા ભાગના ડાયરેક્ટર નારાજ હતા. આ નારાજગી ઉર્મિલાને ભારે પડી હતી. થોડા સમય બાદ ઉર્મિલા અને રામ ગોપાલ વર્મા વચ્ચે તિરાડ પડી હતી. જે ઉર્મિલા માટે નુકસાનકારક હતુ.