
બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સિનેમા જગતની ફિમેલ સુપરસ્ટાર છે. તેણે પોતાના દમ-ખમ પર ફિલ્મો બોક્સ ઓફિસ હિટ કરાવી છે. તેની મોટા ભાગની ફિલ્મો 100 કરોડના કલ્બમાં સામેલ જોવા મળે છે. ત્યારે દીપિકાનુ પ્રજાસત્તાક દિવસ સાથેનું એક કનેક્શન સામે આવ્યુ છે. દીપિકા પાદુકોણની ગણતંત્ર દિવસ પર રિલીઝ થયેલી મોટાભાગની ફિલ્મો ચાહકોએ પસંદ કરી છે તેને બોક્સ ઓફિસ ક્વીન પણ કહેવામાં આવે છે. પદ્માવતથી લઈને પઠાણ અને ફાઇટર સુધીની બ્લોકબસ્ટર ફિલ્મો તેણે પોતાના ચાહક વર્ગને આપી છે.
દીપિકા પાદુકોણના ફિલ્મોની યાદી
દીપિકા પાદુકોણ ખરેખર બોલિવૂડની નંબર 1 અભિનેત્રી છે. તેની અભિનય શૈલી અને વિવિધ પાત્રો સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા તેને અન્ય લોકોથી અલગ બનાવે છે. તેમણે વારંવાર સારા પાત્રો અને હિટ ફિલ્મો આપીને પોતાને સાબિત કર્યા છે, અને આ જ કારણે તેમને ખૂબ પ્રેમ પણ મળ્યો છે. દીપિકાની ફિલ્મ પદ્માવત જાન્યુઆરી 2018ના રોજ રિલીઝ થઇ હતી. પદ્માવતમાં રાણી પદ્માવતીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે રિલીઝ દરમિયાન ઘણા કોંટ્રોવર્સી પણ ક્રિયેટ કરી હતી. ફિલ્મ પઠાણ ૨૫ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ રિલીઝ થઇ હતી. પઠાણમાં દીપિકાએ તેજસ્વી જાસૂસ રૂબીના મોહસીનની ભૂમિકા ભજવી હતી. બાદમાં ગયા વર્ષે ફિલ્મ ફાઇટર 25 જાન્યુઆરી 2024ના રોજ રિલીઝ થઈ હતી અને દીપિકા પાદુકોણે તેમાં વાયુસેનાના અધિકારીની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકામાં તેની શક્તિ અને દેશભક્તિ ઊંડાણપૂર્વક દર્શાવવામાં આવી હતી. દીપિકાએ પોતાના અભિનયથી ફિલ્મને વધુ ખાસ બનાવી દીધી. અભિનેત્રી છેલ્લે ‘સિંઘમ અગેન’માં જોવા મળી હતી. હાલ તે માતૃત્વ ધારણ કરીને પોતાની પુત્રી સાથે સમય વિતાવી રહી છે.
દીપિકાની ફિલ્મોમાં કારકિર્દી
મોડેલ તરીકે શરૂઆત કર્યા બાદ તેણે સંગીતકાર અને ગાયક હિમેશ રેશમિયા સાથે મ્યુઝિક આલ્બમમાં પણ કામ કર્યુ હતુ. જે બાદ શાહરુખ ખાન સાથે ફિલ્મ ઓમ શાંતિ ઓમથી અભિનયની શરૂઆત કરી હતી. ફિલ્મોથી લઇને અંગત જીવન સુધી દીપિકા હમેંશા ચર્ચામાં રહે છે. આ ઉપરાંત તેની સ્ટાઇલ સ્ટેટમેંટ લોકો વચ્ચે આકર્ષણ જમાવતું રહે છે. દીપિકા અભિનેત્રી સાથે ફિલ્મ નિર્માતા પણ છે. તેનુ પ્રોડક્શન હાઉસ પણ છે અને સાથે જ કોસ્મેટિક્સના બિઝનેસમાં પણ તેણીએ ઝંપલાવ્યુ છે. અભિનેત્રીએ ફિલ્મ અભિનેતા રનવીર સિંહ સાથે લગ્ન કર્યાં છે. અને એક પુત્રીની માતા બની છે.
Source link