
14 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થઇ રહેલી ફિલ્મ છાવા દર્શકોમાં કુતુહલ જગાવી રહી છે. આ ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના વંશજ પર આધારિત છે. છાવા ફિલ્મમાં વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પરંતુ આ ફિલ્મમાં વિકીની સાથે અન્ય એક કલાકર છે જે પોતાની આગવી શૈલીથી પોતાનો એક અલગ જ ચાહક વર્ગ ઉભો કર્યો છે. આ કલાકારના પિતા સુપરસ્ટાર હતા. નેપોટીઝમના માહોલમાં આ એક ઉત્તમ કલાકાર છે.
આ અભિનેતાને સીએમ સાથે કરવી હતી ડેથ
સુપરસ્ટારનો ફ્લોપ પુત્ર, સીએમને કરવા માગતો હતો ડેથ, કરિશ્મા કપૂર સાથે કરવા હતા લગ્ન. પરંતુ આજે 50 વર્ષની વયે પણ છે એકલો. ફિલ્મ જગતમાં એવા કેટલાયે સ્ટાર્સ છે જેમની જીંદગીના કિસ્સાઓ ખૂબ રસપ્રદ છે. આજે અભિનેતા વિશે વાત કરી રહ્યા છીએ તેણે પોતાનાની ફિલ્મી કરીયરની શરૂઆત લીડ રોલથી કરી હતી. પરંતુ આજે સાઇડ રોલમાં વધુ આકર્ષણ જમાવી રહ્યો છે. અહીં અભિષેક બચ્ચન કે તુષાર કપૂરની વાત નથી થઇ રહી. અહીં વાત થઇ રહી છે અક્ષય ખન્નાની. વિનોદ ખન્નાના પુત્ર અક્ષય ખન્નાએ જે ભૂમિકા ભજવી તેમાં તે હમેંશા યાદગાર રહ્યો છે. અક્ષય ખન્ના કરિશ્મા કપૂર સાથે લગ્ન કરવા માગતો હતો. પરંતુ બબિતાએ આ લગ્ન માટે ના પાડતા તેમના સબંધોમાં તિરાડ પડી હતી. તો આ તરફ તે તમિલનાડુની સીએમ અને બોલીવુડ તથા દક્ષિણ ભારતીય ફિલ્મની હિરોઇન જયલલિથાને ડેટ કરવા માગતો હતો.
અક્ષય ખન્નાનું અંગત જીવન
અક્ષય ખન્નાનું અંગત જીવન અનેક કિસ્સાઓથી ભરાયેલું છે. 50 વર્ષના હોવા છતાં તેઓએ હજુ સુધી લગ્ન નથી કર્યાં. તેમનુ નામ કરિશ્મા કપૂર અને તારા શર્મા સાથે જોડાયેલુ હતું. તેમના પિતા વિનેદ ખન્ના ફિલ્મ સ્ટાર હતા. તો તેમનો ભાઇ રાહુલ ખન્ના પણ અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવી નામ કમાવ્યુ છે.
અક્ષય ખન્નાની ફિલ્મો
હિમાલય પુત્ર ફિલ્મથી ફિલ્મ જગતમાં અક્ષય ખન્નાએ ડેબ્યુ કર્યુ હતુ. જે બાદ દિલ ચાહતા હૈ, હંગામા, દિવાનગી જેવી ફિલ્મોમાં તે વિવિધ પ્રકારની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તારે જમીન પર અગાઉ આમીરની ભૂમિકા અક્ષય નિભાવવાનો હતો. પરંતુ કહાની સારી લાગતા આમીરે ટીચરની ભૂમિકા નિભાવી હતી. હવે આગામી ફિલ્મ છાવામાં અક્ષય ખન્ના એક મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
Source link