
સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન ફિલ્મ જગતમાં પોતાની કારકિર્દી શરૂ કરવા જઇ રહ્યા છે. આ મામલે ફિલ્મ મેકર કરણ જોહરે એક પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી છે. અને ઇબ્રાહિમ માટે પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. તો સાથે જ પટૌડી પરિવાર સાથે જુના અને ગાઢ સંબંધો હોવાની વાત કરી છે. પટૌડી અને જોહર પરિવાર વચ્ચે 40 વર્ષ જુના સંબંધો છે. અમૃતા સિંહ સાથે તેમની પ્રથમ મુલાકાત જ્યારે તેઓ માત્ર 12 વર્ષના હતા ત્યારે થઇ હોવાનું પણ તેઓએ પોસ્ટમાં લખ્યુ છે.
આ હશે ફિલ્મનું નામ
અગાઉ ફિલ્મનું નામ સરજમીન હતુ અને આ ફિલ્મથી ઇબ્રાહિમ સિનેમા જગતમાં પદાર્પણ કરશે. તેમ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઇ હતી. ધર્મા પ્રોડેક્શન હેઠળ ફિલ્મની શરૂઆત થશે તે અંગેનું સ્પષ્ટકરણ ફિલ્મ મેકર કરણ જોહરે આપ્યુ હતુ. ફિલ્મનું નામ સરજમીન રહેશ કે બદલવામાં આવશે તે અંગે હા-નાની સ્થિતી જોવા મળી રહી છે. હાલ તો ઇબ્રાહિમ પલક તિવારી સાથેના પોતાના સંબંધોના કારણે ચર્ચામાં આવ્યો છે. પલક તિવારી ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી છે.
પટૌડી અને જોહર પરિવાર વચ્ચે જુના સંબંધો
બંને પરિવાર એકબીજાને વર્ષોથી ઓળખે છે. પટૌડી અને જોહર પરિવારના કલાકારોએ એકબીજા સાથે કામ કર્યુ છે. તેથી ઇબ્રાહિમને લોંચ કરવુ એ કરણ માટે એક મહત્વનો પ્રોજેક્ટ છે. સૈફ અલી ખાન, કરીના કપૂર બંને ધર્મા પ્રોડક્શન હેઠળ કામ કરી ચુક્યા છે. ત્યારે ઇબ્રાહિમ માટે પણ આ માહોલ ઘર જેવો જ રહેશે. ઇબ્રાહિમની બહેન, સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન પોતે પણ સારી અભિનેત્રી છે. તે પોતાના ભાઇ ઇબ્રાહિમ સાથે સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરતી રહે છે. આ વીડિયોમાં બંને ભાઇ-બહેન વચ્ચેની મસ્તી યુઝર્સ પસંદ કરતા હોય છે.
કરણ જોહર ઘણા સ્ટાર કિડ્સને લોંચ કરતા રહ્યા છે. ત્યારે ઇબ્રાહિમ અલી ખાન પણ હરોળમાં જો઼ઇ રહ્યા છે. હાલ તો ઇબ્રાહિમ એક સારા પુત્ર તરીકે પિતા સૈફની સેવા કરી રહ્યો છે. સૈફ પર થયેલા અટેકની રાત્રે ઇબ્રાહિમ જ તેમને રિક્શામાં હૉસ્પિટલ લઇ ગયો હતો. અને પિતાને સમયસર સારવાર અપાવી હતી.
Source link