
મહેફિલમાં લાલ સાડીમાં મલાઇકા અરોડાએ પોતાનો જાદુ વિખેર્યો હતો. પોતાના હોટ અંદાજથી મલાઇકાએ મહેફિલમાં આકર્ષણ ઉભુ કર્યુ હતુ. અહીં ફરી પોતાના એક્સ બોયફ્રેંડ અર્જુન કપૂર સાથે પણ તેની મુલાકાત થઇ હતી. સોશિયલ મીડિયમાં વાયરલ થયેલી મલાઇકા અરોડાની લાલા સાડી લુકની તસ્વીરો અને વીડિયો ચાહકોમાં કુતુહલ પેદા કરી રહી છે. મલાઇકાના ફેંસ તેના આ લુકના વખાણ કરી રહ્યા છે.
મલાઇકા અરોડાનો હોટ અંદાજ
મલાઇકા અરોડા પોતાની પર્સનલ લાઇફ માટે હમેંશા ચર્ચામાં હોય છે. અને તેની આ ચર્ચાઓ ગ્લેમર વર્લ્ડમાં હેડલાઇન બને છે. અરબાઝ ખાન સાથે તલાક અને અર્જુન કપૂર સાથે બ્રેક બાદ પણ તે પોતાના અગંત જીવનમાં સતત આગળ વધી રહી છે. વાત કરીએ લાલ સાડીના હોટ અંદાજની તો તે પોતાના મિત્ર સીમા સિંહની પુત્રી મેઘના સિંહની સગાઇમાં પહોંચી હતી. આ એંગેજમેંટ સેરેમનીમાં તે પોતાની કાતિલ અદાઓ વિખેરતી જોવા મળી હતી. મલ્લાના આ લુક પરથી સમારોહમાં હાજર કોઇની પણ નજર તેના પરથી હટી રહી ન હતી. આ એંગેજમેંટ સેરેમનીમાં અર્જુન કપૂર પણ ઉપસ્થિત રહ્યો હતો. અહીં અર્જુન કપૂર બ્લેક સુટમાં નજરે પડ્યો હતો. મલાઇકા અને અર્જુન કપૂરના ફોટો તથા વીડિયો પર પ્રશંસકો કમેંટ અને લાઇક કરી રહ્યા છે.
ફેંસ થયા આફરીન
મલાઇકાના લુકની વાત કરીએ તો તેઓએ રેડ પ્લેન સાડીની સાથે પ્લંગિંગ બ્લાઉઝ અને સ્ટેટમેંટ જ્વૈલરી પહેરી હતી. ખુલ્લા વાળ અને હાથમાં બંગડીઓની સાથે મલાઇકા અરોડા આકર્ષક લાલ પરી લાગી રહી હતી. ઓલવેઝ વેર સાડી, રેડ હોટ વુમન વગેરે જેવા કમેંટ ચાહક વર્ગ સોશયલ મીડિયા પર કરી રહ્યા છે. મલાઇકા અરોડા પોતાની ફિટનેસનું પણ ખાસ ધ્યાન રાખે છે. તે હમેંશા યોગાસનોને મહત્વ આપે છે. અને પોતાના સોશિયલ મીડિયા અકાઉંટ પર વીડિયો શેર કરે છે. 50 વર્ષની ઉંમરે પણ મલાઇકા અરોડા ફીટ દેખાય છે.
બોલીવુડમાં આગવુ સ્થાન ધરાવે છે મલાઇકા
મોડેલ તરીકે કારકીર્દી શરુ કરનાર મલાઇકાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. તે એક પુત્રની માતા પણ છે. અને સાથે રેસ્ટોરંટ પણ ચલાવે છે. ફિલ્મી કરીયરમાં તેણે દિલ સે ફિલ્મમાં આઇટમ સોંગથી શરૂઆત કરી હતી. તેના મ્યુઝિક વીડિયો, આઇટમ સોંગ, રિયાલીટી શો, મલાઇકાનો જજ કરવાનો અંદાજ એ બધા કરતા તેને અલગ બનાવે છે. અંગત જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ બાદ અને પિતાના મૃત્યુ પછી પણ તે સતત આગળ વધી રહી છે.
Source link