
સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સ ભુવન બામ, સમય રૈના અને તન્મય ભટ્ટે તાજેતરમાં સોની ટીવીના ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ના સ્ટેજ પર જોવા મળ્યા. ત્રણેય અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેઠા અને તેમના દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા.
આ દરમિયાન સમય રૈનાએ અમિતાભ બચ્ચન સામે ઘણા જોક્સ રજૂ કર્યા અને અમિતાભ બચ્ચનને પણ આ જોક્સ ખૂબ ગમ્યા. આ દરમિયાન સમય રૈનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે સમય રૈના અમિતાભ બચ્ચનની સામે બેસીને રેખાની મજાક ઉડાવી રહ્યો છે. હવે આ વાયરલ વીડિયોનું સત્ય જાણીએ.
સમય રૈનાએ અમિતાભ બચ્ચન સાથે કરી મજાક
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વાયરલ વીડિયોની શરૂઆતમાં, સમય રૈના અમિતાભ બચ્ચન પાસેથી પરવાનગી લેતા જોવા મળે છે. તે અમિતાભ બચ્ચનને પૂછે છે કે, તમારા અને સર્કલ વચ્ચે એક વાત કઈ સામાન્ય છે તે જણાવો? સમયનો આ પ્રશ્ન સાંભળીને બિગ બી પોતે પણ મૂંઝવણમાં મુકાઈ જાય છે. અમિતાભ બચ્ચનને આટલા મૂંઝાયેલા જોઈને સમય કહે છે કે આનો જવાબ ખૂબ જ સરળ છે. તમારા બેમાંથી કોઈને રેખા નથી. તેનો જવાબ સાંભળીને અમિતાભ બચ્ચન પોતે જોરથી હસવા લાગે છે.
AI ની મદદથી બનાવવામાં આવ્યો આ વીડિયો
સમય અને અમિતાભ બચ્ચનનો આ વીડિયો ખૂબ જ ફની છે. પરંતુ વાસ્તવમાં આ એક ફેક વીડિયો છે. આ વીડિયો અમિતાભ બચ્ચનની જૂની ક્લિપ્સ, તેમના નવા શો અને સમય રૈનાના જૂના જોક્સને મિક્સ કરીને બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં, સમય રૈનાએ અમિતાભ બચ્ચન અને કેબીસી ટીમ સાથે મળીને તેમના પ્રખ્યાત રિયાલિટી શોમાં ખૂબ જ ચર્ચા જગાવી છે. પરંતુ તેને અમિતાભ બચ્ચન સામે રેખા વિશે કંઈ કહ્યું નહીં, કે બોલીવુડના આ દિગ્ગજ એક્ટર પર કોઈ મજાક પણ કરી નહીં.
બોલીવુડ ડીપફેકથી હેરાન
માત્ર અમિતાભ બચ્ચન જ નહીં, દીપિકા પાદુકોણથી લઈને આલિયા ભટ્ટ સુધીના ઘણા બોલીવુડ સેલિબ્રિટી ડીપ ફેક વીડિયોનો ભોગ બન્યા છે. ડીપફેક ટેકનોલોજી અને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને, કલાકારોને ઘણીવાર દર્શકો સમક્ષ ખોટી રીતે રજૂ કરવામાં આવે છે.
સમય રૈના અને અમિતાભ બચ્ચનનો વીડિયો પણ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે AI ની મદદથી બનાવ્યો છે. અત્યાર સુધી આ વાયરલ વીડિયો અંગે સમય રૈના કે અમિતાભ બચ્ચન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ સમચાાર વાયરલ થઈ રહેલા વીડિયોને આધારે લખવામાં આવ્યા છે અને આ વીડિયો એડિટેડ છે, સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.