SPORTS

ફરહાન અહેમદે તોડ્યો 159 વર્ષ જૂનો રેકોર્ડ, 10 વિકેટ લઈને રચ્યો ઈતિહાસ

  • ફરહાન અહેમદે 16 વર્ષની ઉંમરે રચ્યો ઈતિહાસ
  • તેણે 159 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને આ સિદ્ધિ મેળવી છે
  • ફર્સ્ટ ક્લાસ મેચમાં 10 વિકેટ લેનારો સૌથી યુવા બોલર

ફરહાન અહેમદે 16 વર્ષની ઉંમરે ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું હતું. તેણે 159 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને આ સિદ્ધિ મેળવી છે. ફરહાને કાઉન્ટી ક્રિકેટ રમતા આ રેકોર્ડ તોડ્યો હતો. તેણે સરે સામેની મેચમાં નોટિંગહામશાયર માટે કુલ 10 વિકેટ લીધી હતી. ફરહાને પ્રથમ દાવમાં 7 વિકેટ ઝડપી હતી જ્યારે બીજી ઈનિંગમાં તેણે 3 વિકેટ ઝડપી હતી.

ફરહાન અહેમદે ઝડપી 10 વિકેટ

ફરહાન અહેમદ ફર્સ્ટ ક્લાસ મેચમાં 10 વિકેટ લેનારો સૌથી યુવા બોલર બન્યો હતો. ફરહાને ડબલ્યુજી ગ્રેસનો રેકોર્ડ તોડ્યો હતો. ડબલ્યુજી ગ્રેસે આ પરાક્રમ 1865માં કર્યું હતું. ડબલ્યુજી ગ્રેસે 16 વર્ષ 340 દિવસની ઉંમરમાં 10 વિકેટ લઈને એક રેકોર્ડ બનાવ્યો હતો, જેને ફરહાને તોડ્યો હતો. ફરહાન અહેમદે 16 વર્ષ અને 191 દિવસની ઉંમરમાં 10 વિકેટ લેવાનું કારનામું કર્યું હતું. આ સાથે ફરહાન ફાઈફર લેનાર સૌથી યુવા બોલર પણ બન્યો છે.

ફરહાને અત્યાર સુધીમાં 2 ફર્સ્ટ ક્લાસ અને 1 લિસ્ટ A મેચ રમી છે. 2 ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં બોલિંગ કરતી વખતે તેણે 13 વિકેટ પોતાના નામે કરી છે. આ સિવાય તેણે લિસ્ટ A મેચમાં 1 વિકેટ પોતાના નામે કરી છે. ફરહાન અહેમદ ઈંગ્લેન્ડ તરફથી અંડર-19 વર્લ્ડકપ રમી ચૂક્યો છે.

મોટો ભાઈ ઈંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે છે

ઉલ્લેખનીય છે કે ફરહાનનો મોટો ભાઈ રેહાન અહેમદ ઈંગ્લેન્ડ તરફથી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમે છે. રેહાને 2022માં ઈંગ્લેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. રેહાન ઈંગ્લેન્ડ માટે ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યો છે. રેહાન અત્યાર સુધી 4 ટેસ્ટ, 6 ODI અને 7 T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. રેહાને ટેસ્ટમાં 34.50ની એવરેજથી 18 વિકેટ લીધી છે, જે મેચમાં 7/137ની સર્વશ્રેષ્ઠ છે. આ સિવાય તેણે ODIની 5 ઇનિંગ્સમાં 23.30ની એવરેજથી 10 વિકેટ લીધી છે. T20 ઇન્ટરનેશનલની બાકીની 7 ઇનિંગ્સમાં રેહાને 25.33ની એવરેજથી 9 વિકેટ લીધી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button