રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના મેટોડા જીઆઈડીસીમાં ગોપાલ નમકીન નામની ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની છે. ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગની કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી દીધી છે.
લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા
ત્યારે ગોપાલ નમકીન નામની ફેક્ટરીમાં આગની ઘટનાનો બનાવ બનતા આસપાસના વિસ્તારના લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા છે, તેમને પણ ખસેડવામાં આવી રહ્યા છે અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે.
સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.
Source link