સિરી-એ ફૂટબોલ લીગ પ્રત્યેક મેચ બાદ વધારે રોમાંચક બનતી જાય છે. એટલાન્ડા એફસી હાલમાં ટોચના ક્રમ છે. ત્યારબાદ નેપોલી અને ઇન્ટર મિલાન અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમાંકે છે. ઇન્ટર મિલાને લાઝિયો સામે એકતરફી અંદાજમાં વિજય હાંસલ કરીને એટલાન્ટાનું પ્રથમ સ્થાન મેળવવા તરફ આગેકૂચ કરી છે.
સિરી-એ ફૂટબોલની મેચમાં ઇન્ટર મિલાને લાઝિયોને 6-0થી પરાજય આપ્યો હતો. આ વિજયના કારણે મિલાનને સીધા ત્રણ પોઇન્ટ મળ્યા છે. હાફ ટાઇમ બાદ 12 મિનિટના ગાળામાં ચાર ગોલ નોંધાવ્યા બાદ ઇન્ટર મિલાને મેચના અંત ભાગમાં બીજા બે ગોલ કર્યા હતા. લાઝિયો સામે હાકન કાલ્હાગ્લુએ 42મી મિનિટે પેનલ્ટીને ગોલમાં ફેરવ્યા બાદ ફેડરિકો ડિમાર્કોએ 45મી મિનિટે ગોલ કરીને સ્કોર 2-0નો કર્યો હતો. ત્યારબાદ નિકોલા બારેલિયાએ 51મી, ડેનઝેલ ડુમફ્રાઇસે 53મી, કાર્લોસ એગુસ્ટોએ 77મી તથા માર્કસ થુરમે 90મી મિનિટે ગોલ કર્યા હતા.અન્ય મેચોમાં કોમોએ રોમાને 2-0થી, બોલોગ્નાએ ફિયોરેન્ટિંનાને 1-0થી તથા વેરોનાએ પાર્માને 3-2થી પરાજય આપ્યો હતો. પોઇન્ટ ટેબલમાં એટલાન્ટાને 16 મેચમાં 37, નાપોલીના 16 મેચમાં 35 તથા ઇન્ટર મિલાનને 15 મેચમાં 34 પોઇન્ટ છે.
Source link