ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલમાં ઈસ્પવિચે ટોટનહામ હોટ્સપૂરને 2-1થી હરાવીને લીગમાં 22 વર્ષમાં પ્રથમ વિજય હાંસલ કર્યો હતો. બીજી તરફ આર્સનલ અને ચેલ્સી વચ્ચેનો મુકાબલો 1-1થી ડ્રો રહેતાં બંને ટીમ ટોચના ક્રમે રહેલી લીવરપૂલથી હજુ પણ નવ પોઇન્ટ પાછળ છે.
મેનેજર રુડ વાન નેસ્ટલરુઇના ટેમ્પરરી કાર્યકાળમાં માન્ચેસ્ટર યુનાઇટેડે લેસ્ટર સિટી સામે 3-0થી વિજય મેળવ્યો હતો. નોટિંગહામ ફોરેસ્ટનો ન્યૂકાસલ યુનાઇટેડ સામે 3-1થી પરાજય થયો હતો. આર્સનલની ટીમ ચાર પ્રીમિયર લીગ મેચમાં હજુ સુધી એક પણ વિજય મેળવી શકી નથી અને 2004 બાદ પ્રથમ વખત ટ્રોફી જીતવાનું સ્વપ્ન ચકનાચૂર બને તેવી સંભાવના છે.
લીગમાં પોતાની 250મી મેચ રમનાર બ્રૂનો ફર્નાન્ડેઝે યૂનાઇટેડ માટે 17મી મિનિટે પ્રથમ ગોલ નોંધાવ્યો હતો. લેસ્ટરના વિક્ટર ક્રિસ્ટિયન સેને 38મી મિનિટે આત્મઘાતી ગોલ કર્યો હતો. ત્યારબાદ એલેજાન્ડ્રો ગ્રાનાચોએ 82મી મિનિટે ગોલ કરીને ટીમને 3-0થી વિજય અપાવી દીધો હતો. ઇપ્સવિચ હવે બીજા ડિવિઝનમાં રેલિગેટ થવાના જોખમમાંથી બહાર આવી ગઇ છે. ઇપ્સવિચ માટે સેમી સેમોડિક્સે 31મી તથા લિયામ ડેલાપે 43મી મિનિટે ગોલ કર્યા હતા. ટોટનહામ માટે રોડ્રિગો બેન્ટાનકુરે 69મી મિનિટે એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો.
Source link