સ્ટાર મિડફિલ્ડર લુકા મોડ્રિકેના શાનદાર પ્રદર્શનના જોરે રિયલ મેડ્રિડે ડિપોર્ટિવા મિનેરાને 5-0થી સજ્જડ પરાજય આપીને કોપા ડેલ રેની પ્રી-ક્વાર્ટર ફાઇનલ્સમાં પ્રવેશ કર્યો હતો. સ્પેનની આ દિગ્ગજ ફૂટબોલ ટીમની આ ફાઇવ સ્ટાર જીત ફ્રેડરિકો વેલ્વેર્ડે, એડુઆર્ડો કેમિવિંગા અને આર્ડા ગુલેર દ્વારા પહેલા હાફમાં ફટકારવામાં આવેલા ગોલના જોરે આવી હતી.
ચોથો ગોલ મેચના બીજા હાફમાં તે સમયે આવ્યો હતો જ્યારે મોડ્રિકે ગોલ કર્યો હતો અને ત્યારબાદ ગુલેરે ગોલ કરીને મેચનુંભાવી સીલ કરી નાખ્યુ હતું. મેડ્રિડે પોતાના સ્ટાર સ્ટ્રાઇકર કિલિયન મબાપે અને વિનિસિયસ જુનિયરને મેચના બીજા હાફમાં જ રમવા ઉતાર્યા હતા. ટીમ મેનેજર કાર્લો એન્સિલોટ્ટીએ આ સપ્તાહે સાઉદી અરબમાં શરુ થવા જઇ રહેલી સ્પેનિશ સુપર કપને ધ્યાનમાં લેતા આ સ્ટાર ખેલાડીઓને આરામ આપ્યો હતો. મેચમાં રિયલ મેડ્રિડે પ્રારંભિક મોમેન્ટમ એ સમયે સ્થાપિત કર્યુ હતું જ્યારે વાલ્વર્ડે એક વોલીને દૂરથી પોસ્ટ પર ફટકારી હતી અને ત્યારબાદ 13 મિનિટ પછી કેમાવિંગાના હેડરે એડવાન્ટેજને વધારે વિસ્તાયો હતો. એન્ડ્રિક લગભગ ત્રીજો ગોલ કરવાની નજીક હતો પરંતુ તે કરી સક્યો નહોતો.
Source link