બોર્નમાઉથ ક્લબે ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં સાઉથમ્પ્ટનને 3-1થી પરાજય આપ્યો હતો. સિઝનની છઠ્ઠી મેચ રમ્યા બાદ પણ સાઉથમ્પ્ટન હજુ સુધી એક પણ મેચ જીતી શક્યું નથી. માત્ર એક પોઇન્ટ હાંસલ કરીને સાઉથમ્પ્ટન વુલ્વરહેમ્પટન સાથે સંયુક્ત રીતે છેલ્લા સ્થાને છે.
નીચલા સ્તરમાંથી પ્રીમિયર લીગમાં સ્થાન મેળવનાર સાઉથમ્પ્ટનની 1998 બાદ લીગમાં સૌથી ખરાબ શરૂઆત છે. બોર્નમાઉથ તરફથી એવનિલસને 17મી, ડેંગો ઓઉઆટારાએ 32મી તથા એન્ટોની સેમેન્યોએ 39મી મિનિટે ગોલ કર્યો હતો. સાઉથમ્પ્ટન તરફથી ટેલર હારવૂડ બેલિસે 51મી મિનિટે એકમાત્ર ગોલ કર્યો હતો. અન્ય મેચમાં ઇપ્સવિચ અને એસ્ટોન વિલાની મેચ 2-2થી ડ્રો રહી હતી.
Source link