- 2014ના વર્લ્ડ કપમાં ઇટાલીના જ્યોર્જિયોને હાથમાં બચકું ભર્યું હતું
- સુઆરેઝે 17 વર્ષની કારકિર્દીમાં 142 મેચ રમીને 69 ગોલ કર્યા હતા
- બચકું ભરવાની ઘટના બાદ તેને તે સમયના લગભગ 100 કરોડ રૂપિયા ઓછા આપવામાં આવ્યા
ઉરુગ્વેના ફૂટબોલ સ્ટાર લૂઇસ સુઆરેઝે ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. તે પોતાના દેશનો ટોપ ગોલ સ્કોરર રહ્યો છે. છઠ્ઠી સપ્ટેમ્બરે પેરાગ્વે સામે ઉરુગ્વેની ફિફા વર્લ્ડ કપની ક્વોલિફાયર મેચ તેની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ રહેશે. સુઆરેઝે 17 વર્ષની કારકિર્દીમાં 142 મેચ રમીને 69 ગોલ કર્યા હતા.
2007ની આઠમી ફેબ્રુઆરીએ કોલંબિયા સામે ટીમે મેળવેલા 3-1ના વિજય સાથે તેણે કારકિર્દી શરૂ કરી હતી. તેની અને ડિએગો ફોરલાનની મદદથી ઉરુગ્વે સાઉથ આફ્રિકામાં રમાયેલા 2010ના વર્લ્ડ કપની સેમિફાઇનલ સુધી પહોંચ્યું હતું. તે ઉરુગ્વે માટે ચાર વર્લ્ડ કપ અને પાંચ કોપા અમેરિકા ટૂર્નામેન્ટમાં રમ્યો છે. તે ક્લબ સ્તરે રમતો રહેશે.
2014ના વર્લ્ડ કપમાં ઇટાલી અને ઉરુગ્વે વચ્ચેની મેચમાં સુઆરેઝે જ્યોર્જિયો ચિલીનીને બચકું ભર્યું હતું અને તેના હાથ ઉપર હજુ દાંતના નિશાન છે. આ વિવાદ લાંબા સમય સુધી ચાલ્યો હતો અને સુઆરેઝને તમામ પ્રકારની ફૂટબોલમાંથી ચાર મહિના માટે સસ્પેન્ડ પણ કરાયો હતો. તેની આ હરકતના કારણે ઇંગ્લિશ પ્રીમિયર લીગની ક્લબ લીવરપૂલમાંથી તેની ટ્રાન્સફર સ્પેનની બાર્સેલોના ક્લબમાં થઇ હતી અને તેનો કરાર 754 કરોડ રૂપિયામાં થયો હતો. જોકે બચકું ભરવાની ઘટના બાદ તેને તે સમયના લગભગ 100 કરોડ રૂપિયા ઓછા આપવામાં આવ્યા હતા.
Source link