SPORTS

Football:લાયોનલ મેસ્સી 14 વર્ષ બાદ ભારત પરત ફરશે, આર્જેન્ટિના સામે ફ્રેન્ડલી મેચ

વિશ્વનો દિગ્ગજ ફૂટબોલર આર્જેન્ટિનાનો લાયોનલ મેસ્સી 14 વર્ષના લાંબા ગાળા બાદ વધુ એક વખત ભારત આવશે. મેસ્સી 2011માં કોલકાતા ખાતે ફૂટબોલ મુકાબલો રમ્યો હતો. આ મુકાબલો સોલ્ટ લેક ખાતે આર્જેન્ટિના અને વેનેઝુએલા વચ્ચે રમાયો હતો. 2022ના ફિફા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી આર્જેન્ટિનાની ટીમ ભારતમાં મેચ રમવાની છે.

આ જાણકારી કેરળના રમતમંત્રી અબ્દુરહીમાને આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પૂરી મેચ રાજ્ય સરકારની નજર હેઠળ રમાશે. આ હાઇપ્રોફાઇલ ફૂટબોલ ઇવેન્ટના આયોજન માટે રાજ્યના કોર્પોરેટ હાઉસ દ્વારા આર્થિક સહાયતા પણ આપવામાં આવશે. આ ઐતિહાસિક ઇવેન્ટની યજમાની કરનાર કેરળની ક્ષમતા ઉપર તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મેસ્સીએ 2011માં ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી મેચ માટે ભારત આવ્યો હતો અને આ મેચ 0-0થી ડ્રો રહી હતી. ફૂટબોલ આઇકોન મેસ્સીના ઘણા ભારતીય સમર્થકો છે અને કેરળમાં તેની સંખ્યા પણ ઘણી છે. તાજેતરમાં મેજર લીગ સોકરની ટીમ ઇન્ટર માયામી ક્લબ માટે મેસ્સીને સામેલ થવાના કારણે નોર્ધન અમેરિકામાં તેના સમર્થકોની સંખ્યા લાખોમાં વધી ગઇ છે. ભારતમાં પણ તેના સમર્થકો મોડી રાત સુધી મેસ્સીના મુકાબલા નિહાળે છે. 2022માં આર્જેન્ટિનાને વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવ્યા બાદ મેસ્સીએ રમતમાં પોતાની વિરાસતને વધારે મજબૂત કરી છે. તે લોસ એન્જલસ ખાતે યોજનારા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં આર્જેન્ટિના માટે મહત્ત્વની ભૂમિકા અદા કરી રહ્યો છે. તે ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાનો કોઇ સંકેત પણ આપી રહ્યો નથી. મેસ્સી અને તેના પરંપરાગત હરિફ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ભવિષ્યમાં વધુ એક ફિફા વર્લ્ડ કપમાં રમવાની સંભાવનાનો પણ સંકેત આપી રહ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button