- કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ, પંથકના 20થી વધુ ગામોના લોકોને મુશ્કેલી
- બ્રાહ્મણી ડેમ ઓવરફલો થયા બાદ ફરી કોઝ-વે પર પાણી આવવાની શક્યતા
- હળવદ વચ્ચે દીઘડીયા પાસે આવેલ કોઝવે પર પાણી ફરી વળ્યા હતા
છેલ્લા થોડા દિવસોથી અનરાધાર વરસાદથી હળવદની બ્રાહ્મણ નદીમાં પુર આવતા મૂળી તાલુકાના સરા અને હળવદ વચ્ચે દીઘડીયા પાસે આવેલ કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. જેના લીધે 20થી વધુ ગામોના લોકોને મુશ્કેલી ભોગવવી પડી હતી. આ રસ્તે પુલ બનાવવા નેતાઓ છેલ્લા 20 વર્ષથી માત્રને માત્ર ઠાલાં વચનો જ આપી રહ્યા છે.
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સારો વરસાદ થતા બ્રાહ્મણી નદીમાં પુર આવ્યા હતા. જેના લીધે દીઘડીયા ગામ પાસે આવેલ કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. આથી મુળી તાલુકાના સરાથી હળવદ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. આ રસ્તો બંધ થતા 20થી વધુ ગામોના લોકોને મુશ્કેલી પડી હતી. દીઘડીયા પાસે આવેલ કોઝવે પર દર વખતે પાણી ફરી વળે છે. અને ચોમાસા બાદ તંત્ર પુલને રીપેરીંગ કરી રસ્તા પરના ગાબડા પુરી સંતોષ માને છે. દર વખતે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં આ સ્થળે પુલ બનાવવાના ઠાલા વચનો આપવામાં આવે છે. પરંતુ ચૂંટણી પુરી થયા બાદ ચૂંટાયેલા કોઈ જન પ્રતીનીધી આ બાબતે ધ્યાન આપતા નથી. હાલ હળવદનો બ્રાહ્મણી ડેમ ઓવરફલો થવાના આરે છે. ત્યારે ડેમ ઓવરફલો થતા ફરી દીઘડીયા કોઝવે પર પાણી ફરી વળે તેવી શકયતા છે. ત્યારે વર્તમાન ચોમાસા બાદ દીઘડીયા ગામ પાસે પુલ બને તેવી લોકમાંગ પ્રબળ બની છે.
Source link