GUJARAT

Gandhinagar: દિવ્યાંગ અનામત હેઠળ 10 હજારથી વધુ જગ્યાઓ ઉપર એક જ વર્ષમાં

ઓક્ટોમ્બરમાં સુપ્રિમ કોર્ટના ચૂકાદાને પગલે રાજ્યના સામાન્ય વહિવટ વિભગ- GADએ ગુજરાત સરકાર, પંચાયતી સેવા અને બોર્ડ- કોર્પોરેશનમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે અનામત રહેલી ચાર ટકા જગ્યાઓ તત્કાળ અસરથી ભરવા પરિપત્ર કર્યો છે. તમામ વિભાગો, ખાતા અને અનુદાનિત સંસ્થાઓમાં હાલના તબક્કે દિવ્યાંગ અનામત હેઠળ અંદાજે 10 હજારથી વધારે જગ્યાઓ વર્ષોથી ખાલી છે.

GADએ સોમવારે કરેલા પરિપત્રમાં આ તમામ જગ્યાએ 31મી ઓગસ્ટ 2025 સુધીમાં ભરતી પૂર્ણ કરવા અને ત્યારપછી 31મી ડિસેમ્બર 2025 સુધીમાં પસંદગી થયેલા ઉમેદવારોને સરકારી નોકરી આપવા સમયપ્રત્રક સાથે આદેશ કર્યો છે. એટલુ જ નહિ, તમામ સરકારી વિભાગો, તેમના તાબાના નિમણૂંક અધિકારીઓ તેમજ GPSC, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ ભરતી બોર્ડ જેવા તમામ ભરતી સંસ્થાનોને 1લી ડિસેમ્બર 2024થી ખાસ ઝુંબેશ આરંભવા અંગે સુચનાઓ પરિપત્રિત કરી છે. આ નિર્ણયથી ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ થકી સરકારી સેવાઓમાં જોડાવા માંગતા લાયકાત ધરાવતા દિવ્યાંગોને આત્મનિર્ભરતા માટે તક મળશે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં 4,04,715 દિવ્યાંગ નાગરીકો છે.

સરકાર જ નહી સહકારી સંસ્થામાં પણ દિવ્યાંગની ભરતી ફરજિયાત

ગુજરાત સરકારમાં ક્લાસ વન-ટુથી શરૂ કરીને વર્ગ-4 હેઠળના અનેકવિધ સંવર્ગોમાં 4 ટકા દિવ્યાંગ અનામત છે. તેમાંય દિવ્યાંગતાના પ્રકાર મુજબ 4 કેટેગરીમાં એક એક ટકા જગ્યા અનામત છે. તેના માટે GADએ દરેક વિભાગોને માંગણાપત્રકો તૈયાર કરવા કહ્યુ છે. જેમાં રાજ્ય સેવા- GAS સહિતની સ્ટેટ કેડર્સ, પંચાયત સેવા ઉપરાંત રાજ્ય સરકાર હસ્તક બોર્ડ, કોર્પોરેશન, જાહેર સાહસો, વૈધાનિક સંસ્થાઓ, શાળા, મહાશાળાઓ અને વિશ્વવિદ્યાલયો તેમજ સરકાર પાસેથી ગ્રાન્ટ, લોન કે પછી આર્થિક સહાય મેળવતી તમામ સંસ્થાઓ તેમજ સહકારી સંસ્થાઓ, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની સેવાઓને પણ સમાવેશ થાય છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button