GUJARAT

Gandhinagar Rain: ગાંધીનગર જિલ્લામાં ફરી મેઘરાજા મહેરબાન, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે પણ બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો નજોવા મળ્યો હતો. દહેગામ શહેર અને ગ્રામ્યમાં વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે દહેગામ શહેર અને તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

વરસાદ આવતા ધરતીપુત્રોમાં રાહત

છેલ્લા કેટલાય દિવસોથી લોકો અસહ્ય ઉકળાટનો અનુભવ કરી રહ્યા હતા. ત્યારે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદને પગલે લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો. દહેગામ તાલુકાના કડજોદરા ,લીહોડા, ખાનપુર ,સાપા ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચોમાસાની વિદાયના ટાણે વરસાદ આવતા ધરતીપુત્રોમાં પણ રાહત જોવા મળી રહી છે.

ગુજરાતમાં અગામી ત્રણ દિવસ વરસાદી આગાહી

ગુજરાતમાં અગામી ત્રણ દિવસ વરસાદી આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગાહી કરવામાં આવી છે. આજે વલસાડ અને દમણમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દાદારાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. અગામી ત્રણ દિવસ સુધી વરસાદની સિસ્ટમ સક્રિય છે જેના કારણે આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે.

રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ છવાયો

ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવાની શરૂઆત થઈ જશે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જેમાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે મજબૂત બનીને હવે લો-પ્રેશર એરિયા બની ગયું છે.તેની અસર ઘણાં રાજ્યોમાં વર્તાઈ રહી છે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button