ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીના દિવસે એક અલગ જ ધામધૂમ જોવા મળે છે. બાપ્પા શ્રી ગણેશનો ઉત્સવ ગણેશ ચતુર્થીથી શરૂ થતા 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આ દસ દિવસ દરમિયાન વિવિધ સ્થળોએ ગણપતિ બાપ્પાના પંડાલ જોવા મળે છે. દરેક વ્યક્તિ પોતાની અલગ-અલગ શૈલીમાં આ તહેવારની ઉજવણી કરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં હવે તમે મહારાષ્ટ્ર સરકારે રાહતની લાગણી આપી છે.
નમો એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી
મહારાષ્ટ્ર સરકારના મંત્રી મંગલ પ્રભાત લોઢાએ ગણેશ ચતુર્થી પર કોંકણના લોકો માટે વિશેષ ટ્રેન નમો એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી છે. મુંબઇથી કોંકણ એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ ગણેશ ચતુર્થીના અવસર પર મહારાષ્ટ્ર સરકાર દ્વારા “નમો એક્સપ્રેસ”ને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ ઉપરાંત 6 પ્રકારની અન્ય વિશેષ ટ્રેનો પણ શરૂ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં સ્પેશિયલ ટ્રેન ‘નમો એક્સપ્રેસ’નું ઉદ્ઘાટન કર્યું હતું.
સર્જાય છે ટ્રાફિકની સમસ્યા
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રનો સૌથી મોટો તહેવાર ગણેશ મહોત્સવ 7 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. પરંતુ મુંબઈમાં રહેતા લાખો કોંકણી લોકો માટે મુસાફરી કરવી ખૂબ જ પડકારજનક છે. આ સમયગાળા દરમિયાન મોટાભાગના લોકો રોડ અને ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. પરંતુ આ સમય દરમિયાન ભારે ટ્રાફિક અને ખરાબ રસ્તાઓને કારણે ટ્રેનની ટિકિટ, બસ અને ખાનગી વાહનોમાં મુસાફરી કરતા લોકોને સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે.