સાવલીના ભાટિયા મેદાન ખાતે ધારાસભ્યના સ્વર્ગસ્થ પિતાના નામે ચાલતા ઈનામદાર મહેન્દ્રભાઈ જશભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ માટે તડામાર તૈયારીઓ કરીને મેદાનને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના પિતા સ્વ મહેન્દ્રભાઈ ઇનામદાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બીજા ભવ્ય નવરાત્રીના ગરબાનું આયોજન કરાયું છે. વરસાદી માહોલ હોવાથી મેદાનોની સ્થિતિ બગડી ગઈ હોવા છતાં માઈ ભક્તો માટે તડામાર તૈયારી કરીને ગરબા મેદાનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
જેને લઈને આયોજક દ્વારા દિવસ રાત મેદાનને સુકાવવા માટે તેમજ માં અંબેની આરાધના કરવા માટે યુવક યુવતીઓ સારી રીતે ગરબા રમી શકે તે માટે પ્રયત્નો હાથ ધરાયા છે. આજે પહેલા નોરતા નિમિત્તે ખેલૈયાઓ મન મૂકીને માતાની આરાધનામાં ઝૂમે તેવી ભાવનાથી મેદાનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા સાવલી ખાતે જ વડોદરા જેવા ગરબાનો માહોલ યુવકોને પૂરો પાડીને માતાની આરાધના પૂરી કરવાનો છે. કેટલાક ગરીબ યુવકો અને યુવતીઓ વડોદરા ખાતે યોજાતા ગરબામાં ભાગ ના લઈ શકે તેમના માટે નિઃશુલ્ક ગરબાનું આયોજન કરીને શહેર જેવું જ પ્લેટફેર્મ પૂરું પાડવાનો મુખ્ય આશય છે.
Source link