GUJARAT

Ahmedabad: માર્કેટિંગ કંપનીનું ઇમેલ હેક કરીને ગઠિયાએ 1,290 US ડોલર્સ માંગ્યા

  • પર્સનલ ડેટા વાયરલની ધમકી આપી ખંડણી માંગે છે
  • ગઠિયાઓ બીભત્સ મેસેજ પણ કરતા હતા
  • 1290 યુ એસ ડોલર્સ બીટકોઇન વોલેટમાં જમા કરાવવા લખેલ હતુ

શેરબજારમાં રોકાણ કરવાથી ફાયદો થશે, અશ્લિલ વિડીયો મારફતે લોકો પાસેથી ગઠીયાઓ લાખો રૂપિયાની ખંડણી માંગતા હોય છે ત્યારે આ વખતે ગોતામાં એડવટાઇઝીંગ માર્કેટિંગની એજન્સી ચલાવતી મહિલાની કંપનીનું ઇમેલ હેક કરીને ગઠીયાએ પર્સનલ ડેટા અને ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને 1290 યુએસ ડોલર્સની માંગણી કર્યાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

ગોતામાં રહેતા ખ્યાતીબેન નરેશભાઇ દવે ફેમઝેલ.કોમ નામથી વર્ષ 2022થી એડવટાઇઝીંગ માર્કેટિંગનો વેપાર કરે છે. તેમણે ફેમઝેલ.કોમ નામથી વેબસાઇટ બનાવેલ છે અને તેમાં કુલ ચાર ઇમેલ આઇડી ફાળવવામાં આવેલ છે. ગત, 30 ઑગસ્ટે તેઓ ઓફિસે હાજર હતા ત્યારે તેમના કંપનીના ઇમેઇલ આઇડીથી તે ઇમેલ પર એક મેલ આવ્યો હતો. જેના કારણે ખ્યાતીબેનને જાણ થઇ કે, તેમણે ચારેય ઇમેલ આઇડીનો પાસવર્ડ કોઇને આપ્યો નથી એટલે હવે ઇમેલ આઇડી હેક થઇ ગયુ છે. થોડીવાર ફરીથી એક ઇમેલ ખ્યાતીબેનને આવ્યો હતો. તેમાં લખ્યુ હતુ કે, 1290 યુ એસ ડોલર્સ બીટકોઇન વોલેટમાં જમા કરાવવા અને બિભત્સ શબ્દોમાં લખાણ લખેલ હતુ. ફરીથી ઇમેલ આવ્યો તેમાં લખ્યુ કે, 1290 ડોલર્સ ટ્રાન્સફર નહીં થાય તો પર્સનલ ડેટા તેમજ તમારા ફોટા વિડીયો પણ વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આ અંગે ખ્યાતીબેને સોલા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button