પાટણના સિદ્ધપુર GIDCમાંથી ઝડપાયેલા ઘીમાં ભેળસેળ હોવાની વાત સામે આવી છે,જેમાં આરોગ્ય વિભાગે ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટમાંથી લીધા હતા ઘીના નમૂના તો 4 મહિના પહેલા આરોગ્ય વિભાગે લીધેલા નમૂના ફેલ આવ્યા છે.લોકોએ ઘી આરોગ્યા બાદ 4 મહિના પછી નમૂના ફેલ આવ્યા છે,ઘીમાંથી વેજીટેબલ ઓઈલની ભેળસેળ મળી આવી હતી અને રિપોર્ટ ફેલ આવતા ફેક્ટરી માલિક સામે કાર્યવાહી કરાશે.
સિદ્ધપુર જીઆઈડીસી માંથી ઝડપાયેલા ઘીમાં ભેળસેળ
સિધ્ધપુર GIDCમાં પકડાયેલ ઘી ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે,જેમાં FSLમા મોકલેલ ઘી ના સેમ્પલ ફેલ આવ્યા છે.5500 કિલો ઘી નો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે ઝડપી પાડ્યો હતો તો 16.50 લાખની કિંમતનો ઘી નો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો,4 માસ અગાઉ આ ઘીનો જથ્થો ઝડપાયો હતો પરંતુ ચાર મહિના બાદ આ ઘી ના નમૂના ફેલ આવ્યા છે,ત્યારે અત્યાર સુધીમાં હજારો લોકો આ ઘીને આરોપી ગયા હશે.ઘી માંથી વેજીટેબલ ઓઇલની ભેળસેળ મળી આવી છે.
4 ડિસેમ્બરના રોજ પાલનપુરમાંથી પણ ઝડપાયું હતુ ઘી
બનાસકાંઠામાં પાલનપુરમાં ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે,જેમાં ચડોતર નજીક કોમ્પ્લેક્સમાંથી શંકાસ્પદ ઘી મળ્યું હતુ જેમાં અધિકારીઓને જોઇ વેપારીઓ તાળુ મારી ફરાર થઈ ગયો હતો બીજી તરફ ફૂડ વિભાગે પોલીસ બોલાવી ગોડાઉનને સીલ કરાયું છે,ફૂડ વિભાગે બાતમાની આધારે કરી હતી રેડ,હવે વેપારી આવશે ત્યારે ખબર પડશે કે તે કઈ રીતે ગ્રાહકોને ઉલ્લું બનાવતો હતો.બનાસકાંઠાના ડીસામાં જીઆઇડીસી વિસ્તારમાં ખાદ્ય તેલ અને ઘીનું પ્રોડક્શન કરતા ત્રણ એકમો પર ફૂડ વિભાગે દરોડા પાડયા હતા. જ્યાંથી શંકાસ્પદ જણાતા ઘી અને તેલના સેમ્પલ લઈ કેટલોક જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. ડીસામાં 36 લાખની કિંમતનો શંકાસ્પદ માવો મળી આવ્યો હતો.
કઈ રીતે ચેક કરી શકાય કે ઘી અસલી છે કે નકલી
ઘીની શુદ્ધતા ચકાસવા માટે તમે તેને તમારા હાથની હથેળીઓ પર મૂકીને પણ ચકાસી શકો છો. આ માટે થોડું ઘી લો અને તેને તમારી હથેળી પર રાખો અને થોડી સેકંડ રાહ જુઓ. ઓરિજનલ ઘી હથેળી પર ઓગળવા લાગશે, જ્યારે નકલી ઘી જેમનું તેમ જ રહેશે.ઘીનો રંગ જોઈને તમે નક્કી કરી શકો છો કે તે ઓરિજનલ છે કે નકલી. આ માટે એક વાસણમાં એક ચમચી ઘી નાખીને ગેસ પર ગરમ કરવા રાખો. જો ઘી ઓગળે ત્યારે તેનો રંગ થોડો બ્રાઉન દેખાવા લાગે તો સમજી લેવું કે તે ઓરિજનલ છે. નકલી ઘી ધીમે-ધીમે પીગળી જશે અને તેનો રંગ પીળો રહેશે.
Source link