નવરાત્રિ પર્વ હવે નજીકમાં છે. ત્યારે આપણે વિવિધ દેવીના મંદિરો વિશે તમને અવનવી અને રોચક માહિતી જણાવીશું. ત્યારે આજે વાત કરીએ લક્ષ્મી મંદિરની. કે જે 1100 વર્ષ જૂનુ છે. એવુ મંદિર કે જ્યાં હાજરાહજૂર છે માતા લક્ષ્મી. અંગ્રેજોના સમયમાં આ મંદિરને તોડવાના અનેક પ્રયાસો થયા પણ માતાજીની મૂર્તિ એક ઇંચ પણ ખંડિત કોઇ કરી શક્યુ નથી. આજે પણ મા લક્ષ્મીની મૂર્તિ સુરક્ષિત છે. ત્યારે આવો જાણીએ આ રોચક મંદિરની રોચક કહાની.
મૂર્તિ બદલે છે રંગ
એવું કહેવાય છે કે જો આપણને ધનની દેવી તરફથી વિશેષ આશીર્વાદ મળે છે, તો જીવનમાં ક્યારેય પૈસાની ઉણપ રહેતી નથી. ભારતમાં દેવી-દેવતાઓના આવા અનેક અનોખા મંદિરો છે જ્યાં અનેક ચમત્કારો થાય છે. કેટલીક જગ્યાએ મૂર્તિ ગર્ભગૃહમાંથી પોતાની મેળે બહાર આવી જાય છે તો કેટલીક જગ્યાએ મૂર્તિઓનો આકાર બદલાઈ જાય છે. ત્યારે આજે આપણે એ મંદિર વિશે વાત કરીએ છીએ જેની મૂર્તિનો રંગ સમયાંતરે બદલાઇ જાય છે.
માતાજી અલગ અલગ સ્વરૂપે આપે છે દર્શન
આપણે વાત કરીએ રહ્યા છીએ મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં આવેલા પચમથામાં મંદિરની. આ દેવી લક્ષ્મીનું 1100 વર્ષ જૂનું મંદિર છે. દિવાળીના દિવસે અહીં વિશેષ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. આ મંદિરના દરવાજા 24 કલાક ખુલ્લા રહે છે. એવું માનવામાં આવે છે કે મંદિરમાં રહેલી દેવી લક્ષ્મીજીની મૂર્તિના દિવસમાં ત્રણ વખત રંગ બદલાય છે. એવું માનવામાં આવે છે કે પ્રતિમાનો રંગ સવારે સફેદ, બપોરે પીળો અને સાંજે વાદળી થઈ જાય છે. ભક્તોને માતા અલગ-અલગ સ્વરૂપમાં દેખાય છે. મુઘલ સમયગાળા દરમિયાન, ઔરંગઝેબે આ મંદિરને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો જેના પુરાવા આ મંદિરમાં હાલમાં પણ હોવાનું કહેવાય છે. સૂર્યનું પ્રથમ કિરણ મંદિરમાં દેવી લક્ષ્મીના ચરણોમાં પડે છે. કહેવાય છે કે આ મંદિરની નીચે એક ખજાનો દટાયેલો છે જેની રક્ષા ઝેરીલા સાપ કરે છે. આ મંદિરમાં શુક્રવારે પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.
એક માત્ર મંદિર કે જેની ડિઝાઇન
કહેવાય છે કે આ પૌરાણિક મંદિર પર ઔરંગઝેબની સેનાએ હુમલો કર્યો હતો. જો કે મંદિરની મુખ્ય પ્રતિમાને ઉની આંચ પણ આવી ન હતી. પરંતુ નજીકમાં બનેલી યોગીનીઓની મૂર્તિઓને આક્રમણકારોએ તોડી પાડી હતી. પચમથા મંદિરનું નિર્માણ શ્રીયંત્રના આધારે થયું હતું. મંદિરમાં દરેક દિશામાં એક એક દરવાજો છે. તેથી વિષ્ણુ ચક્ર ગર્ભગૃહના ઘુમ્મટમાં બનાવવામાં આવ્યું છે. મંદિર અષ્ટકમલ પર બિરાજમાન છે. 12 રાશિઓનું પ્રતિનિધિત્વ કરતા 12 સ્તંભો છે. 9 ગ્રહો પણ હાજર છે. દરવાજામાં હાથી અને યોગિનીઓની કોતરણી જોવા મળે છે. દેવી લક્ષ્મીના મંદિરમાં પાંચ ગુંબજ બનાવવામાં આવ્યા છે, જેના કારણે આ મંદિરને પચમથ મંદિર કહેવામાં આવે છે. આ મંદિરની આ વિશિષ્ટતા અને ડિઝાઇન જબલપુરના અન્ય કોઈ મંદિરમાં જોવા મળતી નથી.
Source link