BUSINESS

Gold Price Today: 10 જાન્યુઆરીએ વધ્યો સોનાનો ભાવ, જાણો 10 ગ્રામની કિંમત

સોના ચાંદીના ભાવ દિવસ જાય તેમ વધઘટ થતા રહે છે. જો કે વર્ષ 2025માં તો સોનાના ભાવ આસમાને પહોંચશે તેવુ નિષ્ણાંતો જણાવી રહ્યા છે. આ બધા વચ્ચે ઘણા દિવસોમાં સોનાના ભાવ ઘટે છે તો ક્યારેક ભાવ વધારો પણ એટલો જ થતો રહે છે. ત્યારે આજે શુક્રવાર, 10 જાન્યુઆરીએ સોના-ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર આવ્યો છે તે વિશે વાત કરીએ.

આજે કેટલા છે સોનાનો ભાવ ?

સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સોનાના ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો છે. 24 કેરેટ સોનાના ભાવમાં 500 રૂપિયા અને 22 કેરેટ સોનાના ભાવમાં 450 રૂપિયાનો વધારો થયો છે. દેશના મોટાભાગના શહેરોમાં, 24 કેરેટ સોનાનો ભાવ 79,300 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. 22 કેરેટ સોનાનો ભાવ 72,700 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

10 જાન્યુઆરી, 2025ના રોજ ચાંદીનો ભાવ

દેશમાં એક કિલો ચાંદીનો ભાવ 92,500 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

મહાનગરોમાં આજે કેટલો છે સોનાનો ભાવ? 

શહેરનું નામ  22 કેરેટ સોનાનો દર  24 કેરેટ સોનાનો દર
દિલ્હી 72,750  79,350
જયપુર 72,750  79,350
લખનૌ 72,750  79,350
મુંબઇ 72,600  79,200
કોલકાતા 72,600  79,200
અમદાવાદ 72,650  79,250
બેંગ્લુરુ 72,600  79,200 
ગુડગાંવ 72,750  79,350

સોનાનો કેમ વધે છે ભાવ? 

ભારતમાં લગ્નની મોસમને કારણે સોનાની માંગ વધવા લાગી છે. સોનાની વધતી માંગની અસર સોનાના ભાવ પર પણ દેખાય છે. સોનાના ભાવમાં વધારાનું બીજું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂતાઈ અને દેશમાં રોકાણકારો તરફથી વધતી માંગ છે. રૂપિયાની નબળાઈને કારણે પણ સોનું મોંઘુ થયું છે. આર્થિક અનિશ્ચિતતાને કારણે, લોકો સોનું સુરક્ષિત રોકાણ માનીને ખરીદી રહ્યા છે. ઉપરાંત, બેરોજગારી દર અને PMI રિપોર્ટ જેવા યુએસ આર્થિક ડેટા આગામી દિવસોમાં સોનાના ભાવને અસર કરી શકે છે.

દેશમાં સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

સોનાના ભાવ સ્થાનિક માંગ, યુએસ આર્થિક પરિસ્થિતિ, ફેડરલ રિઝર્વ વ્યાજ દરો અને આંતરરાષ્ટ્રીય બજારથી પ્રભાવિત થાય છે. આવી સ્થિતિમાં, આગામી સમયમાં સોનાના ભાવમાં વધારો થવાની ધારણા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button