
નવા વર્ષની શરૂઆત થતા જ સોનાના ભાવમાં વધારો થઇ રહ્યો છે. દિવસ જાય તેમ સોનું મોંઘુ થતુ જાય છે. ત્યારે 27 જાન્યુઆરીએ સોનાના ભાવની વાત કરીએ તો આજે સોનામાં તેજી પર બ્રેક લાગી છે. સોનાના ભાવમાં ઘટાડો થયો છે. વૈશ્વિક બજારોમાં નબળાઈની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી છે
સોનાની કિંમત કેટલી ?
24 કેરેટ સોનું તેની શુદ્ધતા અને ગુણવત્તા માટે જાણીતું છે. તે જ સમયે, 22 કેરેટ સોનું તેની મજબૂતાઈને કારણે ઝવેરીઓની પહેલી પસંદગી રહે છે. સોમવારે મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 82,400 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 75,500 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. ગયા અઠવાડિયે સોનું તેના રેકોર્ડ સ્તરની નજીક પહોંચી ગયું હતું. આમ આજે સોનાની કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
આ મહાનગરોમાં સોનાના ભાવ ?
શહેરનું નામ | 22 કેરેટ ગોલ્ડ | 24 કેરેટ ગોલ્ડ |
દિલ્હી | 75,690 | 82,560 |
ચેન્નાઇ | 75,540 | 82,410 |
મુંબઇ | 75,540 | 82,410 |
કોલકાતા | 75,540 | 82,410 |
અમદાવાદ | 75450 | 82300 |
ચાંદી પણ સસ્તી થઈ
સોમવારે ચાંદીનો ભાવ 100 રૂપિયા ઘટીને 97,400 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. નબળી સ્થાનિક માંગને કારણે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ગયા અઠવાડિયે સોનાના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યા હતા, પરંતુ ચાંદીના ભાવ મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે.
ભારતમાં સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર, આયાત ડ્યુટી, કર અને રૂપિયાના મૂલ્ય પર આધાર રાખે છે. સોનાની કિંમત આ બધી બાબતો દ્વારા નક્કી થાય છે. ભારતમાં સોનું માત્ર રોકાણની વસ્તુ નથી, તેનું સાંસ્કૃતિક અને પરંપરાગત મહત્વ પણ છે. લગ્ન અને તહેવારો દરમિયાન સોનાની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે, જે તેના ભાવને પણ અસર કરે છે.
Source link