આજે ગુરુવારે પાંચમી સપ્ટેમ્બર 2024ના રોજ સોનાના ભાવમાં બુધવારની સરખામણીએ 10 રૂપિયા પ્રતિ ગ્રામનો ઘટાડો નોંધાયો છે. દિલ્હી, મુંબઈ, યુપી, બિહાર, રાજસ્થાન જેવા રાજયોમાં 24 કેરેટ સોનાનો ભાવ 72,900 રૂપિયાની આસપાસ જ કારોબાર કરી રહ્યો છે.
શહેરોમાં આજે સોના-ચાંદીના ભાવ
આજે ગુરુવારે સોનાના ભાવમાં જુદાજુદા શહેરોમાં સામાન્ય અંતર જોવા મળી રહ્યું છે. દિલ્હી, લખનઉ અને જયપુરમાં 24 કેરેટ સોનું 72,900 રુપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 66,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈ, કોલકાતા અને ચેન્નઈમાં 24 કેરેટ સોનું 72,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 66,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ એટલે કે એક તોલા વેચાઈ રહ્યું છે.
અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત 72,800 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 66,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ભુવનેશ્વર અને હૈદ્રાબાદમાં સોનું 72,750 રૂપિયા (24 કેરેટ) અને 66,680 રૂપિયા (22 કેરેટ) પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે બિહારના પટણામાં 24 કેરેટ સોના 72,800 રૂપિયા અને 22 કેરેટ સોનું 66,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
MCXમાં આજે સોનું 71430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વેચાઈ રહ્યું છે, જ્યારે પાંચમી ડિસેમ્બરનું વાયદા ડિલીવરી ધરાવતું સોનું 71867 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.
આ રેટ ઉપર સોનું બંધ થયું
ચોથી સપ્ટેમ્બર 2024 બુધવારના રોજ MCX ઉપર છેલ્લા કારોબારી સત્રમાં ચાર ઑક્ટોબરની ડિલીવરી વાળું સોનું 71466 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે બંધ થયું હતું, જ્યારે પાંચમી ડિસેમ્બરની ફ્યૂચર ડિલીવરી વાળું સોનું 71923 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેટ પર ક્લોઝ થયું હતું.
MCX ઉપર પાંચમી ડિસેમ્બરનું વાયદા ડિલીવરી ધરાવતી ચાંદી 83565 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેપાર બંધ થયો હતો. આ ઉપરાંત પાંચમી માર્ચ 2025ની વાયદા ચાંદી 86285 રૂપિયાના ભાવે ક્લોઝ થઈ છે.
Source link