આજે સાત સપ્ટેમ્બર શનિવારે સમગ્ર દેશભરમાં ગણેશ ચતુર્થી અને જૈનોના સંવત્સરી પર્વને ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યા છે. આ નિમિત્તે દેશમાં સોનાના ભાવમાં વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવ વધીને 73,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા છે. આર્થિક હબ ગણાતા મુંબઈ, ચેન્નઈ, કોલાકાતમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 73,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો છે.
બીજી મોંઘી ધાતુ ચાંદીની વાત કરીએ તો આનો ભાવ વધીને 87,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. દેશના 12 મોટા શહેરોમાં 22 કેરેટ સોના અને 24 કેરેટ સોનાનો છૂટક ભાવની કિંમત કેટલી છે તે જાણીએ….
દિલ્હી અને ગુરુગ્રામમાં સોનાનો ભાવ
દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ આશરે 67,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાની કિંમત આશરે 73,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઈમાં આજે સોનાનો ભાવ
મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 67,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 73,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદમાં આજે સોનાનો ભાવ
અમદાવાદમાં 22 કેરેટ સોનાનો રિટેલ ભાવ 67,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો છે. 24 કેરેટ સોનાની કિંમત 73370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ એટલે કે, એક તોલા છે.
Source link