Googleનું મોટું અપડેટ: હવે Gmail યુઝર્સ પોતાનું યુઝરનેમ બદલી શકશે, જૂનો ઈમેલ પણ રહેશે સક્રિય

by

Thenewsdk

Updated: 26-12-2025, 10.55 AM

Follow us:

ઘણા લોકો પોતાની યુવાનીમાં મજા કે ‘કૂલ’ દેખાવા માટે અજીબ પ્રકારનું Gmail એડ્રેસ બનાવી લે છે. પરંતુ જ્યારે વ્યાવસાયિક જીવન શરૂ થાય છે, ત્યારે એ જ ઈમેલ એડ્રેસ શરમજનક સ્થિતિ ઊભી કરે છે. અત્યાર સુધી Gmail યુઝર્સ માટે પોતાનું @gmail.com એડ્રેસ બદલવું અશક્ય હતું, પરંતુ હવે Google આ મોટી સમસ્યાનો ઉકેલ લાવવાની તૈયારીમાં છે.

હવે Gmail Username બદલવાની મળશે છૂટ

Google ટૂંક સમયમાં એવું ફીચર લોન્ચ કરશે, જેમાં યુઝર્સ પોતાનું Gmail યુઝરનેમ બદલી શકશે. ખાસ વાત એ છે કે @gmail.com ડોમેન યથાવત રહેશે, ફક્ત યુઝરનેમમાં ફેરફાર કરવાની મંજૂરી મળશે. આ અપડેટની માહિતી Googleના અધિકૃત સપોર્ટ પેજ પર સામે આવી છે અને તેને તબક્કાવાર રોલઆઉટ કરવામાં આવશે.

જૂનો ઈમેલ રહેશે સક્રિય

આ ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે યુઝરનેમ બદલ્યા બાદ પણ જૂનો ઈમેલ એડ્રેસ બંધ નહીં થાય. જૂના એડ્રેસ પર આવતા ઈમેલ્સ યથાવત મળશે અને Google સેવાઓમાં લોગિન કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાશે. એટલે કે એકાઉન્ટની સુરક્ષા કે ડેટા પર કોઈ અસર નહીં પડે.

કેટલા વખત બદલી શકાશે Gmail Address?

Google દ્વારા નક્કી કરાયેલા નિયમો અનુસાર, કોઈપણ યુઝર મહત્તમ ત્રણ વખત પોતાનું Gmail યુઝરનેમ બદલી શકશે. દરેક ફેરફાર બાદ ફરી બદલવા માટે 12 મહિના સુધી રાહ જોવી પડશે. ઉપરાંત, જૂનો ઈમેલ એડ્રેસ કેટલાક જૂના કેલેન્ડર ઇવેન્ટ્સ અથવા રેકોર્ડ્સમાં દેખાતો રહેશે.

‘My Account’માંથી થશે પ્રક્રિયા

આ ફીચર સંપૂર્ણ રીતે લાઇવ થયા બાદ, યુઝર્સ Googleના ‘My Account’ વિભાગમાંથી પોતાનું Gmail યુઝરનેમ બદલી શકશે. આ અપડેટથી વ્યાવસાયિક ઓળખ વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. ટેક જગતમાં આ ફીચરને Gmail યુઝર્સ માટે લાંબા સમયથી રાહ જોવાતી સુવિધા તરીકે જોવામાં આવી રહી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.