GUJARAT

Patan: ગુજકોમાસોલના ડિરેક્ટરનો પૌત્ર રેગિંગ કાંડમાં આરોપી

પાટણના ધારપુર ખાતેની મેડીકલ કોલેજમાં રેગીંગ કાંડમાં ધ્રાંગધ્રા ગ્રામ્યના પાટીદાર સમાજના એક યુવકનું મોત થયા બાદ 15 વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

ત્યારે સદર ગુનામાં પ્રથમ આરોપી માલવણના વતની અને સુરેન્દ્રનગર જિલ્લાના ગુજકોમાસોલના ડીરેક્ટરનો પૌત્ર હોવાનું સામે આવતા બન્ને એક જ વિસ્તાર અને એક જ સમાજના હોવા છતાંય રેગીંગકાંડમાં સામેલ હોવાનું સામે આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.

બીજા જિલ્લા કે વિસ્તારમાં અભ્યાસ, નોકરી, લગ્ન કર્યા હોય કે રહેવા માટે ગયા હોય અને પોતાના જિલ્લાનું કોઈ મળી જાય તો આનંદ કાઈક અલગ જ હોય છે. ત્યારે પાટણના ચકચારી રેગીંગ કાંડનો ભોગ બનેલો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામના આશાસ્પદ પાટીદાર યુવક અનિલ નટવરભાઈ પટેલનું મોત થતા સમગ્ર પંથક સહિત રાજ્યભરમાં ચકચાર મચી ગઈ છે. એવામાં રેગીંગથી મોત થયેલ અનિલ અને 15 આરોપીઓમાંનો પ્રથમ આરોપી અવધેશ અશોકભાઈ પટેલ બન્ને સુરેન્દ્રનગર જિલ્લાના તો ઠીક એક જ કડવા પાટીદાર સમાજના હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. રેગીંગ કાંડનો કુલ 15 પૈકી પ્રથમ આરોપી અવધેશ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ ગામના રહીશ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ગુજકોમાસોલના ડીરેક્ટર ઈશ્વરભાઈ નથુભાઈ પટેલનો જ પૌત્ર હોવાનું સામે આવ્યુ છે. આમ એક જ જિલ્લાના તો ઠીક એક જ પાટીદાર સમાજના અને આરોપી અવધેશ સિનિયર હોવા છતાંય મૃતક અનીલ પટેલને મદદ કરવાના બદલે રેગીંગ કરવામાં પ્રથમ હોવાનું સામે આવતા લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે.

આવા વિદ્યાર્થી લોકોની શું સારવાર કરશે ?

રેગીંગ કાંડનો આરોપી અવધેશ પટેલ પોતાના વિસ્તાર અને સમાજના ડોક્ટર બનવા આવેલા એકના એક પુત્ર હતો એવા આશાસ્પદ યુવક અનીલ પટેલને સાચવવા કે મદદ કરવાના બદલે પોતાના મિત્રો સાથે એટલી હદે હેરાન કર્યો કે મોત થયું તો આવા અવધેશ જેવા ડોક્ટર બને તો લોકોની શું સારવાર કરશે ?

દેશમાં દાખલો બેસે એવી સજા માટે માગણી કરાશે

જેસડા ગામના નટવરભાઈ પટેલનો એકનો એક દીકરાનું રેગીંગના કારણે મોત થતા પાટીદાર સમાજ સહિત સર્વ સમાજ દ્વારા શુક્રવારે ડેપ્યુટી કલેકટર ધ્રાંગધ્રાને આવેદન આપી આખા દેશમાં દાખલો બેસે એવી કડક સજા આરોપીઓને થાય એવી માંગ કરી આવેદનપત્ર આપવાનું આયોજન કરાયું છે.

પરિવારજનો ઉપર શું વીતે છે, એ તો પરિવાર જ જાણે છે

એકના એક પુત્રનું રેગીંગથી મોત થતા પરિવાર ઉપર આભ તૂટી પડયું છે અને એમના ઉપર શું વિતે છે. એ તો પરિવાર જ જાણે છે. પરંતુ ગુજરાત કે પછી દેશમાં બીજા કોઈપણ વિદ્યાર્થી રેગીંગનો ભોગ ના બને એ માટે કડકમાં કડક સજા થાય એવી માંગ ગ્રામજનો દ્વારા કરાઈ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button