GUJARAT

Dhandhuka નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી

ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ બચાવવા માટે સરકાર મોટી ઝુંબેશ ચલાવી રહી છે.

વૃક્ષારોપણ માટે પણ અપીલ કરી વૃક્ષોનું જતન કરવા માટે આગ્રહ રાખી રહી છે ત્યારે ધંધુકા નગરપાલિકા અને કોન્ટ્રાકટરની ઘોર બેદરકારીને પરિણામે અસંખ્ય રોપાઓ રસ્તે રખડતા ઢોર ખાઈ જવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.

ધંધૂકા કોલેજ રોડ પર નવા ડિવાઈડર બનાવવામાં આવ્યા છે. આ ડિવાઈડરના બ્યુટી ફ્કિેશન માટે કોન્ટ્રાકટર દ્વારા ડિવાઈડર વચ્ચે માટી પુરાણ કરી વૃક્ષારોપણ કરવાનું હોય કોન્ટ્રાકટર દ્વારા અતિશય કચરો અને પ્લાસ્ટિકના ઝબળા વાળી માટીનું પુરાણ કરવામાં આવ્યું અને હદ તો ત્યારે થઈ કે તા.22મીની સવારે આનન ફાનનમાં અસંખ્ય રોપાઓનો ખડકલો કરી દેવામાં આવ્યો અને પછી આ રોપાઓ રઝળતા મૂકી દેવાયા જેના કારણે આખા દિવસનો તાપ અને રાત્રે રખડતી ગાયો આ રોપાઓ ખાઈ ગઈ મોટા ભાગના રોપા ગાયો ખાઈ જતા પાલિકા શાસન અને કોન્ટ્રાકટરની ઘોર બેદરકારી સામે આવી છે. નગરજનો સમગ્ર ઘટનાને લઈ પાલિકા તંત્ર અને કોન્ટ્રાકટર સામે ફ્ટિકાર વરસાવી રહ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button