GUJARAT

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર

Gujarat High Court બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ હાઈકોર્ટના ઈ-મેલ એડ્રેસ પર ધમકીભર્યો ઈ-મેલ મોકલ્યો છે.

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ હાઈકોર્ટના ઈ-મેલ એડ્રેસ પર ધમકીભર્યો ઈ-મેલ મોકલ્યો છે. પોલીસને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ હાઈકોર્ટ પહોંચી ગઈ છે. હાઈકોર્ટના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

ઝોન 1ના ઈન્ચાર્જ ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે હાઈકોર્ટના ઈ-મેલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેની તપાસ કરવામાં આવી છે. હાઈકોર્ટના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને પોલીસ તપાસ કરી રહી છે. ઈ-મેલ મોકલનાર વ્યક્તિની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે હજી હમઆ થોડા સમય પહેલાં અમદાવાદમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ પહેલા અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે. પોલીસ મેઇલ કરનારા સર્વરને શોધવામાં લાગેલી છે.

આ પહેલાં IPL ફાઇનલ દરમિયાન એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી  હતી. અમદાવાદના SP રિંગ રોડ પર આવેલી જીનીવા લિબરલ સ્કૂલને ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. સ્કૂલે આ ધમકી અંગે પોલીસ અને DEO ઓફિસને જાણ કરી હતી.

IPL ફાઇનલ મેચ પહેલા અમદાવાદમાં વધુ એક બોમ્બ ધમકી મળી છે. અમદાવાદની જીનીવા લિબરલ સ્કૂલને બોમ્બ ધમકી મળ્યા બાદ લોકોમાં ગભરાટનો માહોલ છે. એક અનામી મેઇલ દ્વારા બોમ્બ ધમકી મળી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. સ્કૂલ પ્રશાસને તાત્કાલિક પોલીસ અને કંટ્રોલ રૂમને જાણ કરી છે. ફાઇનલ મેચના દિવસે ધમકી મળ્યા બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button