ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર નામ પૂરતો રહી ગયો હોવાનો આરોપ ફરી મજબૂત થયો છે. નાયબ મુખ્યમંત્રીએ સ્વયં 24 કલાકમાં કાર્યવાહી કરવાનો વાયદો કર્યો હોવા છતાં, છેલ્લા ત્રણ વર્ષમાં મળેલી દારૂ અને ડ્રગ્સની 48,387 ફરિયાદોમાં કોઈ નોંધપાત્ર પગલાં લેવાયા નથી.
- રાજ્યવ્યાપી દારૂબંધી, પરંતુ બુટલેગરો વધુ નિર્ભય
દારૂબંધી વચ્ચે બુટલેગરો અને ડ્રગ નેટવર્ક નિર્ભય રીતે ફેલાઈ રહ્યા છે. રાજકીય આશ્રય હોવાના આક્ષેપો ફરી ઉગ્ર બન્યા છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત અનેક જૂથો દારૂ અને ડ્રગ્સ સામે અભિયાન ચલાવી રહ્યા છે, છતાં ભૂમિપર ફેરફાર જોવા મળતો નથી.
- ત્રણ વર્ષમાં 48,387 ફરિયાદો – પરિણામ ‘શૂન્ય’
સરકારી આંકડા મુજબ:
2020–21: 14,214 ફરિયાદો
2021–22: 17,857 ફરિયાદો
2023–24: 16,316 ફરિયાદો
પરંતુ કઈ રેડ સફળ રહી અને કેટલી કાર્યવાહી થઈ તેની કોઈ માહિતી જાહેર નથી. દારૂબંધીના અમલીકરણ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
- અમદાવાદ–સુરતમાં સૌથી વધુ ફરિયાદો
રાજ્યના તમામ જિલ્લાઓમાં ફરિયાદો મળી છે, પરંતુ સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતમાં નોંધાયા છે. પોલીસ દરોડા પાડે છે, પરંતુ બુટલેગિંગ નેટવર્ક યથાવત રહ્યું છે.
- સરકાર–પોલીસની છત્રછાયા હોવાનો ગંભીર આક્ષેપ
દર વર્ષે હજારો ફરિયાદો છતાં કોઈ મોટો બુટલેગર ન પકડાતા લોકોમાં માન્યતા ફેલાઈ રહી છે કે રાજકીય અને પોલીસ સંરક્ષણ મળતું હશે.
- ઇનામની જાહેરાત પણ નિષ્ફળ
2024માં સ્ટેટ મોનિટરીંગ સેલે 20,000 થી 1 લાખ સુધીનાં ઇનામ જાહેર કર્યા, છતાં મોટી માછલીઓ હજુ સુધી પોલીસની પકડ બહાર છે.
- પોલીસ પર 28 હુમલા – 29 આરોપીઓ અત્યાર સુધી ફરાર
છેલ્લા ત્રણ વર્ષમાં બુટલેગરો દ્વારા 28 હુમલાઓમાં 21 પોલીસકર્મીઓ ઘાયલ થયા, અને આ કેસોમાંના 29 આરોપીઓ આજે પણ ફરાર છે.
આ પરિસ્થિતિ બતાવે છે કે “ગાંધીના ગુજરાત’’માં દારૂબંધી માત્ર લખાણ પૂરતી રહી ગઈ છે.


Leave a Comment