GUJARAT

Gujarat Rain: રાજ્યના 111 તાલુકામાં વરસાદ વરસ્યો, સૌથી વધુ તાપીમાં 8 ઈંચ

  • તાપીના સોનગઢ-વ્યારામાં આઠ ઈંચ વરસાદ વરસ્યો છે
  • ડાંગના વઘઈમાં પોણા આઠ ઈંચ વરસાદ વરસ્યો છે
  • તાપીના ઉચ્છલ અને ડોલવણમાં પોણા સાત ઈંચ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. તાપીના સોનગઢ-વ્યારામાં આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. ડાંગના વઘઈમાં પોણા આઠ ઈંચ વરસાદ. તાપીના ઉચ્છલ અને ડોલવણમાં પોણા સાત ઈંચ વરસાદ. ભરુચમાં સાડા પાંચ ઈંચ વરસાદ. આહવામાં સાડા ચાર ઈંચ વરસાદ. તાપીના વાલોડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ. આઠ તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ. 35 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ. 58 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ વરસ્યો છે.

સુરતની પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ

પૂર્ણા નદીના પાણી સ્ટેટ હાઇવે પર ફળી વળ્યાં છે. મિયાપુર ગામે હાઇવે પર પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે. હાઇવે પર પાણી ફરી વળતા હાઈવે બંધ કરાયો છે. મહુવા અનવલ સ્ટેટ હાઇવે બંધ કરાયો છે. હાઇવે બંધ થતા વાહન ચાલકો અટવાયા છે. કેટલાક વાહન ચલાકો જીવના જોખમે વાહનો પસાર કરતા નજરે પડ્યા છે.

વિજયનગરના ચંદવાસા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યાં

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચંદવાસા ગામમાં નદીનું પાણી ફરી વળ્યુ છે. ઉપરવાસ અને રાજસ્થાનના અંતરિયાળ સરહદી વિસ્તારોમાં ભારે વરસાદને લઈ નદીનું પાણી રોડ રસ્તા અને ઘરમાં ફરી વળ્યુ છે. ઘર તેમજ પશુ પાલનની જગ્યાઓમાં પાણી ફરી વળ્યા છે. હજી વરસાદ વર્ષે તો નદી કિનારાના લોકોને મોટી મુશ્કેલી થઈ શકે છે. નદીમાં ગળનારાંની જગ્યાએ બ્રિજ બનાવવાની માગ ઉઠવા પામી છે. નાના-મોટા પુલ તૂટી જવાના કારણે પાણી ગામમાં અને સ્કૂલમાં ફરી વળતા લોકોને મોટી મુશ્કેલી થઈ રહી છે.

નજીવા વરસાદમાં અમદાવાદ પાણી પાણી

અમદાવાદમાં થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે. વોરાના રોજા પાસે ઘૂંટણ સમા પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. વોરાના રોજાથી કાલુપુર જવાનો માર્ગ પાણી પાણી થઈ ગયો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button