GUJARAT

Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં 233 તાલુકાઓમાં વરસાદ આવ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકાઓમાં વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ નર્મદાના સાગબારામાં 7 ઈંચથી વધુ વરસાદ આવ્યો છે. તેમજ સુરેન્દ્રનગરના લખતરમાં 5 ઈંચથી વધુ વરસાદ આવ્યો છે. જૂનાગઢ જિલ્લા અને શહેરમાં 5-5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તથા ઉમરપાડામાં 4 ઈંચથી વધુ વરસાદ સાથે ધોરાજી, માણાવદરમાં 4 ઈંચથી વધુ વરસાદ આવ્યો છે.

જૂનાગઢના માંગરોળમાં 4 ઈંચ વરસાદ છે

જૂનાગઢના માંગરોળમાં 4 ઈંચ વરસાદ છે. તથા પોરબંદર, ઉપલેટામાં 4-4 ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ ભાણવડમાં સવા 3 ઈંચથી વધુ વરસાદ સાથે તાલાલા, રાણાવાવ, જલાલપોરમાં 3 ઈંચથી વધુ વરસાદ, નવસારી, વિસાવદર, વંથલીમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તેમજ લાલપુર, ધોળકા, ગણદેવીમાં 3-3 ઈંચ વરસાદ સાથે માણાવદર, ગોંડલ, દાંતા, વડાલીમાં પોણા 3 ઈંચ વરસાદ આવ્યો છે.

157 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો

રાજ્યમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. આજે અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદે રાજ્યના અનેક જિલ્લામાં પાકને નુકસાન કર્યું છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં છે. રાજ્યના તમામ 33 જિલ્લાના 233 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગર જીલ્લાનાં ચૂડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ચુડા તાલુકામાં 14 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 4 તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 61 તાલુકામાં 1થી 2 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય 157 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી રાજ્યમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 44 પશુઓના મોતના સમાચાર સામે આવ્યા છે. આ સાથે 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button