- સુરતમાં વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
- સુરેન્દ્રનગર તથા અમરેલી, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટ
- ઇન્દિરા બ્રિજ અને ઇન્કમ ટેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો
રાજ્યમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી છે. જેમાં ભરૂચ, સુરતમાં વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ભાવનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. તથા આણંદ, વડોદરા, નર્મદા, તાપી તેમજ ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં ઓરેન્જ એલર્ટ છે. તેમજ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરાઇ છે.
રાજકોટ, સુરેન્દ્રનગર તથા અમરેલી, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટ
રાજકોટ, સુરેન્દ્રનગર તથા અમરેલી, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટ છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલમાં વરસાદની આગાહી છે. ગઇકાલે અમદાવાદ શહેરમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. જેમાં આજે પણ મોડી રાત્રીથી વરસાદ શરૂ છે. જેમાં ગઇકાલ સાંજે રાત જેવું અંધારું સાંજના સમયે જોવા મળ્યું હતું. ભારે પવન સાથે પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના સીટીએમ, ઓઢવ, વિરાટનગર, જમાલપુર, ખાડીયા, નિકોલ, લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કાડાક ભડાકા અને ભારે પવન સાથે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
ઇન્દિરા બ્રિજ અને ઇન્કમ ટેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો
નરોડા, સૈજપુરબોઘા, ગીતામંદિર, પાલડી, વાસણા, મેમકો, આશ્રમ રોડ તેમજ એરપોર્ટ રોડ, ઇન્દિરા બ્રિજ અને ઇન્કમ ટેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ પશ્ચિમ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. શહેરના સુભાષ બ્રિજ, શાહીબાગ, આરટીઓ, રાણીપ, નવાવાડજ, ચાંદલોડિયા, ગોતા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કુબેરનગર વિસ્તારમાં પડેલા 20 મિનિટના ધોધમાર વરસાદમાં સિંધી બજારમાં વરસાદી પાણી ભરાયા હતા. બજારમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે દુકાન ચાલાકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
Source link