GUJARAT

Gujarat Rain : આવતીકાલથી રાજયમાં ભારે વરસાદ પડવાની સંભાવના

  • રાજ્યમાં આજે સામાન્ય વરસાદની આગાહી
  • કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે
  • વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં રાજયમાં આજે સામાન્ય વરસાદની આગાહી કરી છે,તો આવતીકાલથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે,આજે રાજયમાં વરસાદી ઝાપટા પડી છે,અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડવાની શકયતાઓ ઓછી સેવાઈ રહી છે,તો દક્ષિણ ગુજરાતમાં પણ આજે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે સામાન્ય વરસાદની આગાહી

દાહોદ, પંચમહાલ,છોટાઉદેપુર,બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની શકયતાઓ ઓછી સેવાઈ રહી છે.જો કદાચ વરસાદ પડે તો વરસાદી ઝાપટા પડે પણ ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.વાવોઝાડા અને વરસાદ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, ચક્રવાત નલિયાથી 360 km આગળ વધ્યું છે. ગુજરાત ઉપર તેની કોઈ અસર નહીં થાય અને આજે વરસાદનું જોર ઘટ્યું છે. બીજી બાજુ કાલથી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

જાણો 2 સપ્ટેમ્બરે શું છે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 2 સપ્ટેમ્બરે ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉપરાંત આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને ભાવનગરમાં યલો એલર્ટ છે. જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.રાજ્યમાં ત્રણ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

આ જગ્યા પર આપી છે ભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે છે,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં પૂર આવે તેવી શકયતાઓ દેખાઈ રહી છે.અસના વાવાઝોડું ઓમાન તરફ જતા ગુજરાતને રાહત મળી છે.અરબી સમુદ્ર, બંગાળની ખાડીમાં એક બાદ એક વરસાદી સિસ્ટમ બનશે જેના કારણે ગુજરાતમાં ફરીથી સારો વરસાદ થશે.દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ પડવાની શકયતાઓ સેવાઈ રહી છે.

શું કહે છે IMDની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, આ સપ્તાહ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતમાં હળવા કે મધ્યમ વરસાદની શક્યતા છે. 1 અને 2 સપ્ટેમ્બરે વિદર્ભ, 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે છત્તીસગઢ, 2 સપ્ટેમ્બરે પૂર્વ મધ્ય પ્રદેશ, 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત પ્રદેશ, 3 સપ્ટેમ્બરે પશ્ચિમ મધ્ય પ્રદેશ અને 3 થી 5 સપ્ટેમ્બરે મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button