સાણંદના નળકાંઠા વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા છે. જેમાં સંદેશ ન્યૂઝે નળકાંઠા વિસ્તારમાં ખેડૂતોની વેદના સાંભળી છે. તેમાં કેટલાય ખેતરોમાં હજુ પાણી ભરાયેલા છે. તથા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સરકાર નુકસાનીનો સરવે કરાવી વળતર ચૂકવે તેવી માગ ખેડૂતો કરી રહ્યાં છે.
નળકાંઠા વિસ્તારના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા
સાણંદના નળકાંઠા વિસ્તારના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. ખેતરો બેટમાં હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. સંદેશ ન્યુઝની ટીમે સાણંદના નળકાંઠા વિસ્તારમાં અનેક ખેડૂતોની વેદના જાણી છે. નળકાંઠા વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાયા છે. જેને લઇ ખેડૂતોની કફોડી હાલત થઈ છે. ખેડૂતોને નુકસાન પહોચ્યું છે. જેમાં સરકાર દ્વારા સત્વરે નુકસાનીનું સર્વે કરી વળતર ચૂકવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે. સાણંદના નળકાંઠા વિસ્તારના ખેતરો પાણી પાણી છે તો બીજી તરફ સાણંદ – નળસરોવર રોડ પર પાણી ભરાયા છે. સાણંદ – નળસરોવર રોડ પર ઉપરદલ ગામ અને રેથલ ગામ પાસે માર્ગ પર પાણી ભરાયા છે જેને લઇ વાહન ચાલકો અને રાહદારીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે.
તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નળકાંઠા વિસ્તારની મુલાકાત કરી હતી
તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના સુદૃઢીકરણના કુલ રૂપિયા 14૦૦ કરોડના પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા 377.65 કરોડનાં પ્રથમ તબક્કાની પ્રગતિ હેઠળની કામગીરીની સમીક્ષા અને જાત માહિતી મેળવવા માટે ગોરજ ગામ નજીકની સોર્સ-1 કેનાલ તથા હાંસલપુર નજીક સોર્સ-3ની મુલાકાત પ્રત્યક્ષ લીધી હતી. મુખ્યમંત્રીએ ફતેવાડી-નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરી અંગે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન કે. કૈલાસનાથન, નિગમના એમ ડી. મુકેશ પુરી, ડાયરેક્ટર પાર્થિવ વ્યાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુખ્યમંત્રીએ આ ચર્ચાઓ દરમિયાન કામોની ગુણવત્તા તથા ઝડપી પ્રગતિ ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. આ પ્રોજેક્ટથી સાણંદ તાલુકાનાં 14 ગામ, વિરમગામ તાલુકાનાં 13 ગામ તથા બાવળા તાલુકાનાં 12 ગામ મળી નળકાંઠાના કુલ 39 ગામોની આશરે 35,૦૦૦ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે.
Source link