- નદીનું જળસ્તર વધતાં તેમને રેસ્ક્યૂ કરવામાં આવ્યા
- ત્રણ લોકોને એરલિફ્ટ કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી
- ભારે વરસાદથી તાપીના નેશનલ હાઇવે પર પાણી ભરાયાં
તાપીમાં ભારે વરસાદને પગલે વાલોડના વાલ્મીકિ નદીમાં ત્રણ પશુ પાલકો અને તેમના પશુઓ ફસાયા હતા. જેમને હેલિકોપ્ટરની મદદથી એર લિફ્ટ કરાયા છે. ત્રણ પશુ પાલકો તેમના પશુઓ સાથે વાલ્મીકિ નદીના વચ્ચેના વિસ્તારમાં ફસાયા હતા.
વાલ્મીકી જળસ્તર સતત વધતા તેમને રેસ્કયું કરાયા
તાપીમાં ભારે વરસાદથી વાલ્મિકી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. જેને લઈને નદીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે. ત્રણ લોકોને એર લિફ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલ બે લોકોને ઉગારી લેવાયા છે.
Source link