GUJARAT

Gujarat Rain: રાજ્યમાં ધોધમાર વરસાદ, જાણો કયા સૌથી વધુ ખાબક્યો મેઘો

  • બપોરે 12 વાગ્યા સુધી 154 તાલુકામાં વરસાદ
  • સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો
  • ભરુચના વાલિયામાં સાડા 6 ઈંચ વરસાદ આવ્યો

રાજયના મોટા ભાગના જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં બપોરે 12 વાગ્યા સુધી 154 તાલુકામાં વરસાદ આવ્યો છે. તેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે. જેમાં ભરુચના વાલિયામાં સાડા 6 ઈંચ વરસાદ આવ્યો છે. તથા ભરુચના નેત્રંગમાં 5 ઈંચ વરસાદ તેમજ સુરતના ઉમરપાડામાં સાડા 4 ઈંચ વરસાદ આવ્યો છે.

વલસાડમાં 4 ઇંચ, વાપીમાં 3.5 ઇંચ વરસાદ

વલસાડમાં 4 ઇંચ, વાપીમાં 3.5 ઇંચ વરસાદ સાથે પલસાણામાં 3 ઇંચ, પારડીમાં 3 ઇંચ તથા 5 તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ આવ્યો છે. 15 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ છે. તેમજ 117 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ આવ્યો છે. રાજયના મોટા ભાગના જિલ્લામાં વરસાદી માહોલમાં સવારે 10 વાગ્યા સુધી 144 તાલુકામાં વરસાદ પડ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે. જેમાં ભરુચના વાલિયામાં છ ઈંચ વરસાદ, ભરુચના નેત્રંગમાં પાંચ ઈંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ, વલસાડમાં પોણા ચાર ઈંચ વરસાદ, વાપી પલસાણામાં ત્રણ ઈંચ વરસાદ છે.

પાંચ તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ આવ્યો

પાંચ તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ આવ્યો છે. જેમાં 15 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. 117 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ આવ્યો છે. સવારે 6થી 8 વાગ્યા સુધી 125 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ ભરૂચના નેત્રંગમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ વાલિયા, ભરૂચમાં 3-3 ઇંચ વરસાદ આવ્યો છે. વલસાડ, ઉમરપાડામાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ માંગરોળ, જોટાણામાં 2 -2 ઇંચ વરસાદ છે. ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેમાં ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક થઇ છે. ધરોઈ ડેમમાં 11 હજાર ક્યુસેક પાણીની આવક થતા ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો 57.68% નોંધાયો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button