ગુજરાતમાં મતદાર યાદી સુધારણા (Special Summary Revision – SSR)નું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. ચૂંટણી આયોગે જણાવ્યું છે કે ડિજિટાઇઝેશન પ્રક્રિયાનું 90 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ અભિયાન પૂર્ણ થયા પછી નવી મતદાર યાદીમાંથી લગભગ 40 લાખ જેટલા નામ રદ થવાની શક્યતા છે, જેમાં મૃત્યુ પામેલા, કાયમી સ્થળાંતરિત તથા ડુપ્લિકેટ નામોનો સમાવેશ થાય છે.
- ત્રણ પ્રકારના 40 લાખથી વધુ નામો કાપવાની પ્રક્રિયા
સત્તાવાર આંકડા મુજબ:
મૃત્યુ પામેલા: 15.58 લાખ
કાયમી સ્થળાંતરિત: 21.86 લાખ
ડુપ્લિકેટ નામો: 2.68 લાખ
કુલ મળી 40.12 લાખ નામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ડિજિટાઇઝેશનને આ સુધારામાં સૌથી મહત્વની કડી માનવામાં આવી રહી છે.
- મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ
રાજ્યના 33 જિલ્લાઓમાં Form-6, 7, 8 અને 8Aના વિતરણનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. બે મતવિસ્તારો ધાનેરા (બનાસકાંઠા) અને લીમખેડા (દાહોદ) માં તો સમગ્ર પ્રક્રિયા 100% પૂર્ણ થઈ ચૂકી છે.
- 4 લાખથી વધુ મતદારો સરનામે ઉપલબ્ધ નહોતા
ડોર-ટુ-ડોર ચકાસણી દરમિયાન 4 લાખથી વધુ એવા મતદારો મળી આવ્યા છે, જે પોતાના ઘર પર ઉપલબ્ધ નહોતા. આવા લોકોએ નોટિસ આપીને વિગત ફરીથી ચકાસવામાં આવી રહી છે.
તે ઉપરાંત 21.68 લાખ લોકો અન્ય સ્થળે સ્થળાંતરિત થઈ ગયા હોય છતાં એમના નામ જૂના મતવિસ્તારોમાં દર્શાતા હતા.
- મતદાર યાદી વધુ સચોટ અને વિશ્વસનીય બનશે
ડિજિટલ ચકાસણી પૂરી થયા પછી નવા મતદારોની નોંધણી અને જૂના કાર્ડની માન્યતા અંગે વધારે સ્પષ્ટતા મળશે. આવનારી ચૂંટણીઓ પહેલાં યાદીમાં આ સુધારાઓ રાજ્યની ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શક માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
- આધુનિક અને મજબૂત ચૂંટણી વ્યવસ્થા તરફ આગળ વધતું ગુજરાત
SSR-2025નું ડિજિટલ અભિયાન ગુજરાતની ચૂંટણી વ્યવસ્થાને વધુ આધુનિક, પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે મહત્વનું પગલું સાબિત થઈ રહ્યું છે.


Leave a Comment